Home દુનિયા - WORLD સ્પેસએક્સે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

સ્પેસએક્સે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

46
0

આકાશમાં અદભૂત નજારો જોવા મળ્યો

(જી.એન.એસ) તા. 14

ફ્લોરિડા,

ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ફરી એલવાર મોટું મિશન હાથ ધર્યું હતું જેમાં શનિવારે રાત્રે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. તેના કારણે પૂર્ણિમાની રાત્રે આકાશમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. 

આ મિશનમાં ફાલ્કન ૯એ કુલ ૨૧ સ્ટારલિંક સેટેલાઈટ્સને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. તેમાંથી ૧૩ ઉપગ્રહો ડાયરેક્ટ યુ સેલ ટેકનોલોજીથી સજ્જ છે. આ ટેકનોલોજી મોબાઈલ ટાવરની જરૂરિયાત વિના મોબાઈલ ફોન સાથે સેટેલાઈટની કનેક્ટિવિટી શક્ય બનાવશે. તેના કારણે નેટવર્ક વિનાના વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ મળી રહેશે. 

મહત્વનું છે કે, ડાયરેક્ટ-ટુ-સેલ સુવિધા યુએસમાં ટી-મોબાઈલ સાથે પાર્ટનરશિપમાં શરૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ સમુદ્ર, પર્વતો અને અન્ય દૂરના વિસ્તારોમાં નેટવર્ક પૂરું પાડવાનો છે. આ લોન્ચિંગ સ્પેસએક્સ માટે ઐતિહાસિક હતું કારણ કે, તે કંપનીની અત્યાર સુધીની ૪૦૦મી ફ્લાઈટ હતી. આ ૨૦૨૫માં ૪૨મું ફાલ્કન-૯  લોન્ચ હતું. જેમાંથી ૨૮ સ્ટારલિંક મિશન હતા. લોન્ચ થયાના લગભગ ૨. ૫ મિનિટ બાદ બૂસ્ટર પૃથ્વી પર પરત ફર્યું હતું. તે એટલાન્ટિક મહાસાગરમાં ‘અ શોર્ટફોલ ઓફ ગ્રેવિટાસ’ નામના ડ્રોનશિપ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ફાલ્કન-૯એ એક કલાકના સમયગાળામાં ૨૧ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા હતા. હવે તેમની ઓપરેશનલ ઓર્બિટમાં જઈને સ્ટારલિંકના ૭,૦૦૦થી વધુ ઉપગ્રહોના નેટવર્કને મજબૂત બનાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field