સ્પેનની સંસદે યૌન હિંસાને રોકવા માટે એક એવો કાયદાને સંમતિ આપી છે, જેના પર ખુબ વિવાદ થઈ રહ્યો છે. લગભગ એક વર્ષની તૈયારી બાદ આ નવા અને કડક કાયદાને સંસદમાં 205 સાંસદોની સંમતિથી મંજૂર કરવામાં આવ્યો છે. જોકે, 141 સાંસદોએ તેનો વિરોધ પણ કર્યો હતો. તેને કોમ્પ્રિહેન્સિવ ગેરેન્ટી ઓફ સેક્સ્યુઅલ ફ્રીડમ લો એટલે કે સેક્સ સ્વતંત્રતા કાયદો કહેવામાં આવી રહ્યો છે. મોટા પ્રમાણમાં લોકો તેને ‘માત્ર હા જ હા છે’ કાયદો પણ કહી રહ્યા છે.
સ્પેનના સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા એક કાયદા હેઠળ સ્પેનના લોકોએ ભવિષ્યમાં યૌન કૃત્યો માટે સ્પષ્ટપણે તેમની સંમતિ આપવી પડશે, જેથી કરીને ખાતરી કરી શકાય કે આ કોઈ યૌન હિંસા તો નથી અથવા તેમણે કોઈ ખોટું કામ તો કર્યું નથીને. ડીપીએ સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર રૂઢિચુસ્ત પીપલ્સ પાર્ટી અને દક્ષિણપંથી વોક્સ પાર્ટીએ કહેવાતા ‘યસ મીન્સ યસ’ કાયદા સામે વોટ આપ્યા, વોક્સ પાર્ટીના નેતાઓએ આ દરમિયાન એવા તર્ક આપ્યા કે આ કાયદો દોષિત સાબિત થવા સુધી નિર્દોષ હોવાની ભાવના વિરૂદ્ધ જાય છે.
કાયદો મે મહિનામાં પહેલા જ નિચલા ગૃહની ચકાસણીમાંથી પસાર થઈ ગયો હતો, પરંતુ સેનેટ દ્વારા એક નાના સૂચવવામાં આવેલા નાના ફેરફાર સાથે પાછો મોકલવામાં આવ્યો હતો. નવો કાયદો દુરુપયોગ અને આક્રમતા વચ્ચેના અંતરને દૂર કરે છે. યૌન શોષણને કાયદા દ્વારા બળાત્કાર તરીકે ગણવવામાં આવશે, પછી ભલે પીડિતા સક્રિય રીતે તેનો બચાવ કરે. બળાત્કાર અને યૌન હિંસા માટે 15 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત એવી પ્રશંસા કરવી જેનાથી ડર લાગે અને સેક્સ ટેપના પ્રસારણને પણ ગુનો માનવામાં આવશે.
યૌન હિંસા સામે નવી પહેલ આંશિક રીતથી સામૂહિત બળાત્કારના ઘણા હાઈ-પ્રોફાઈલ કેસો પછી આવી છે. જેમાં ગુનેગારોને તાજેતરના વર્ષોમાં હળવી સજા મળી છે. ત્યારે આ કાયદાના મૂળ સ્પેનના ચર્ચિત કથિત ગેંગ રેપ કેસ સાથે જોડાયેલા છે. લા મનાડા નામથી ચર્ચિત આ કેસમાં 2016 માં પાંચ લોકોના ગ્રુપે એક 18 વર્ષની છોકરી પર ગેંગ રેપ કર્યો હતો. સાન ફર્મિન ફેસ્ટિવલ દરમિયાન આ ઘટના બની હતી. સ્પેનિશ કોર્ટે સુનાવણી દરમિયાન ગુનેગારોને યૌન ઉત્પીડનના દોષિત ઠેરવ્યા હતા પરંતુ યૌન હિંસા અને આક્રમકતાના દોષિત ન હોવાનું જણાવ્યું.
આ કારણથી આરોપીઓને 9 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને અંતિમ ચુકાદા સુધી તેઓ જામીન પર મુક્ત થયા હતા. જોકે, બાદમાં સ્પેનની સુપ્રીમ કોર્ટે તેમની સજા 9 વર્ષથી વધારીને 15 વર્ષ કરી હતી. આ કેસ બાદ સ્પેનમાં મહિલાઓ સામે યૌન હિંસાને લઇને સતત પ્રદર્શનોનો દોર ચાલ્યો. આ પ્રદર્શનકારીઓએ કડક કાયદો બનાવવા અને ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ કરવાની માંગ કરી હતી.
ત્યારબાદ સરકારે નવો કાયદો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. નવા કાયદા હેઠળ યૌન હિંસા સાથે જોડાયેલા કાયદામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા અને પીડિત મહિલાઓ માટે સારી સંભાળની પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે દેશની કેબિનેટ મિનિસ્ટર આઇરીન મોંટેરોએ આ કાયદાને દેશની યૌન સંસ્કૃતિના પરિવર્તન માટે મહત્વનું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ બળાત્કારની સંસ્કૃતિને સમાપ્ત કરી દેશે. જ્યારે મે મહિનામાં તેમણે કહ્યું હતું કે, નારીવાદી આંદોલન સ્પેનમાં ઇતિહાસ લખી રહ્યું છે.
સ્પેનના રાજાના હસ્તાક્ષર કર્યા બાદ આ કાયદો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થશે અને પછી થોડા દિવસોની અંદર તેને લાગુ કરવામાં આવશે. સ્પેનમાં સરકાર ચલાવી રહ્યા વામપંથી ગઠબંધનનું કહેવું છે કે આ દુનિયામાં મહિલાઓના અધિકારો માટે સૌથી મજબૂત કાયદામાંથી એક હશે. જોકે, તેના ટિકાકારોનું કહેવું છે કે આ કાયદાની નજરમાં બરાબરી અને ગુનો સાબિત ના થયા ત્યાં સુધી કાયદાની નજરમાં નિર્દોષ હોવાની ધારણાનું સીધું ઉલ્લંઘન કરે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.