Home ગુજરાત સ્થાનિક યુવાનોએ દોરડાં અને લાકડી વડે ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી

સ્થાનિક યુવાનોએ દોરડાં અને લાકડી વડે ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી

23
0

(GNS),22

વડોદરાના ડભોઇમાં આવેલા ચાણોદમાં એક ગાય 12 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી છે. તો સ્થાનિકોએ એકત્ર થઇને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. ચાણોદના શેષ નારાયણ ટેકરા વિસ્તારમાં એક ગાય રસ્તા પરથી પસાર થતી હતી. તે દરમિયાન ગટરમાં ખાબકી હતી. આ દરમિયાન સ્થાનિક યુવાનોએ એકત્ર થઇને રેસ્ક્યુ કર્યું છે. દોરડાં અને લાકડી વડે ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. સદનસીબે ગાયને બચાવી લેવામાં આવી છે. મહત્વનું છે કે પૂર આવ્યા બાદ ઠેર-ઠેર ગટરના ઢાંકણાં બેસી ગયા છે. તો ક્યાંક રોડ તૂટી ગયા છે. જેને લઇ આ પ્રકારની ઘટના બની છે. તો તાત્કાલિક ધોરણે તંત્રએ ઠેર-ઠેર ખુલ્લી પડેલી ગટરોને રિપેર કરીને બંધ કરવી જરૂરી છે. નહીંતર અવારનવાર આ પ્રકારની ઘટના બનવાની સંભાવના છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં સગીરાને ધમકી આપનાર વિધર્મી યુવક ઝડપાયો
Next articleવઢવાણના GIDC વિસ્તારમાં રસ્તાઓ પર 10થી 15 ફૂટના ખાડા