Home ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા બાતમીના આઘારે વડોદરમાં લાખો રૂપિયાના દારૂ સહિતનો...

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા બાતમીના આઘારે વડોદરમાં લાખો રૂપિયાના દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

26
0

(જી.એન.એસ) તા. 21

વડોદરા,

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ દ્વારા વડોદરા ગરમીમાં ફરી એક વાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે  સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા બાતમીના આઘારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં કારને રોકવા જતા ચાલકે હંકારી હતી. બાદમાં ટીમે તેનો પીછો કરીને લાખો રૂપિયાના દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  

ઉપરોક્ત કાર્યવાહીમાં સ્ટેટ મોનીયરીંગ સેલની ટીમે વિદેશી દારૂ, રોકડ, કાર, મોબાઇલ મળીને રૂ. 24.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં રજાક અબ્દુલભાઇ મન્સુરી, દીલીપભાઇ મહેનદ્રભાઇ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સલીમ ઉર્ફે બટકો પઠાણ (રહે. વાઘોડિયા), નીરવ ફર્ફે નિલેશ ભરતભાઇ પટેલ (રહે. વૃંદાવન ચાર રસ્તા, વડોદરા), રાકેશ (રહે. વાઘોડિયા) અને છોટાઉદેપુરથી દારૂ ભરેલી ગાડી આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટટે મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ છે.

બાતમીના આધારે પંચને સાથે રાખીને ભિલાપુરા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીથી મળતી આવતા કાર જોવા મળતા જ તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જો કે, ચાલકે કાર હંકારી મુકી હતી. બાદમાં તેનો પીછો કરવામાં આવ્યો હતો. દરમિયાન થોડાક અંતર બાદ એક કારમાંથી બે લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે અન્ય કારને કોર્ડન કરીને અટકાયત કરવામાં આવી હતી. કારમાં અંદર જોતા કાળા કલરના કપડાં નીચે ઢાંકેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

વડોદરા ગ્રામ્યના ડભોઇ પોલીસ મથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 20, જુલાઇના રોજ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે, વાઘોડિયામાં રહેતો સલીમ ઉર્ફે બટકો પઠાણ તથા તેનો મિત્ર નિરવ ઉર્ફે નીલેશ ભરતભાઇ પટેલ (રહે. વૃંદાવન ચાર રસ્તા, વડોદરા) બંને ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે. અને દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાંદપુરમાં આવેલા ઠેકામાંથી મળતીયાઓ સાથે કારમાં વડોદરા સુધી લઇને આવે છે. એક કારમાં દારૂ ભરવામાં આવ્યો છે, જ્યારે અન્ય કાર દ્વારા તેનું પાયલોટીંગ કરવામાં આવી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોલીસ જાપ્તામાંથી ફરાર મોન્ટુ નામદાર ને ગ્રામ્ય એલસીબી દ્વારા ઉદયપુરથી પાછો અમદાવાદ આવતા ઝડપી લેવાયો
Next articleઉદ્ધવ ઠાકરે દ્વારા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અદાણી રિયલ્ટીને આપવામાં આવેલા ટેન્ડરને રદ કરવાની માંગ કરી