Home મનોરંજન - Entertainment સ્ટાર કીડ્સનો માર્ગ ઊલટો કપરો હોય છે

સ્ટાર કીડ્સનો માર્ગ ઊલટો કપરો હોય છે

348
0

(જી.એન.એસ), તા.૩
સિનિયર અભિનેતા જેકી શ્રોફે કહ્યું હતું કે સ્ટાર કીડ્સ માટે બોલિવૂડમાં કામ કરવાનું સહેલું છે એવી એક ખોટી માન્યતા છે. વાસ્તવમાં સ્ટાર કીડ્સનો માર્ગ વધુ કપરો હોય છે.
‘લોકો માને છે કે સ્ટાર કીડ્સ માટે ફિલ્મ કારકિર્દી એકદમ આસાન હોય છે. હું કહું છું કે ઊલટું સ્ટાર કીડ્સ માટે માર્ગ વધુ કપરો હોય છે કારણ કે સફળ માતાપિતાની જેમ સ્ટાર કીડ્સ માટે સફળ થઇને દેખાડવું અનિવાર્ય બની રહે છે’ એેમ જેકી શ્રોફે કહ્યું હતું.
જેકીએ કહ્યું કે આવા સ્ટાર કીડ્સના માથા પર ભારે બોજો અને ટેન્શન હોય છે. પોતાના માતા, પિતા કે કુટુંબીજનોની તુલનાએ એમણે ફરજિયાત સફળ થઇને દેખાડવું પડે છે. નહીંતર અનેક માઠાં પરિણામો આવી શકે છે. એ લોકો ડિપ્રેશનમાં સરી પડે છે અથવા ડ્રગના રવાડે ચડી જાય છે અને બીજું ઘણું બની શકે છે. માટે સ્ટાર કીડ્સનો માર્ગ સહેલો હોય છે એવી માન્યતા જરાય સાચી નથી.
પીટીઆઇને આપેલી મુલાકાતમાં એણે કહ્યું કે આ વાત તમામ સ્ટાર કીડ્સનને લાગુ પડે છે પછી એ હું હોઉં, બચ્ચન સર હોય, વિનોદ (ખન્ના ) સર હોય કે ધર્મેન્દ્ર હોય. લાખો લોકોની નજર તમારા પર હોય છે. એમાંય સ્ટાર કીડ્સે માતાપિતા કરતાં કંઇક જુદું કરી બતાવીને પોતાની પ્રતિભા પુરવાર કરવાની હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાનની ટ્યુબલાઇટની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી
Next articleકંગના વગર કેતન ઝાંસી કી રાણી બનાવશે