Home ગુજરાત સ્ટર્લિંગ હોસ્પિટલે ઓપરેશન વિના 3 દર્દીના મા કાર્ડ યોજનામાંથી પૈસા પડાવ્યાં

સ્ટર્લિંગ હોસ્પિટલે ઓપરેશન વિના 3 દર્દીના મા કાર્ડ યોજનામાંથી પૈસા પડાવ્યાં

20
0

વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ મા કાર્ડ યોજનામાંથી આગામી ત્રણ મહિના સુધી સસ્પેન્ડ

(જી.એન.એસ),તા.૧૨

વડોદરા

હોસ્પિટલમાં દર્દી જાય એટલે ખર્ચ એટલો થાય કે દેવાના ડુંગર નીચે દબાતો જાય. ઘણી વખતે તો દર્દીને હોસ્પિટલ દ્વારા ઠગાયાનો પણ અનુભવ થાય છે. જો કે વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે તો એક ડગલું આગળ વધીને સરકાર સાથે જ છેતરપિંડી કરી નાખી છે. વડોદરામાં મા કાર્ડ યોજના હેઠળ સ્ટર્લિંગ હોસ્પિટલે કરેલા એક કૌભાંડ બદલ આરોગ્ય વિભાગની ટીમે રૂપિયા 28.40 લાખનો દંડ ફટકાર્યો છે. વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે મા કાર્ડ યોજનામાંથી આગામી ત્રણ મહિના સુધી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્સરના ત્રણેય દર્દીઓને પૈસા પરત કરવા આદેશ કર્યો છે. ઘટનાની વાત કરીએ તો 4 ઓક્ટોબરે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં આ્રરોગ્ય વિભાગના એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતુ.

જેમાં ‘મા’ કાર્ડ અંતર્ગત હોસ્પિટલમાં કરાતા ક્લેમની તપાસ કરાતા જાણવા મળ્યું કે કેન્સરના 3 દર્દીઓના ઓપરેશન અહીં થયા નહોતા તેમ છતાં હોસ્પિટલે તેના ચાર્જ તરીકે પૈસા વસુલ કર્યા હતા. આમ ઓપરેશન કર્યા વગર જ ત્રણ દર્દીઓના કાર્ડમાંથી પૈસા ક્લેમ કરી લીધા અને ઉપરથી દર્દીઓએ અન્ય હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી. આ દર્દીઓએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરતાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી અને હોસ્પિટલ સામે કાર્યવાહી કરી. હવે આ ટીમ દ્વારા ૩ મહિના પછી હોસ્પિટલમાં ફરી મુલાકાત લેવામાં આવશે અને ઘટનાનું પુનરાવર્તન થશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિંમતનગરની કાયાપલટ કરવાં હુડા લાગુ કરાયો
Next articleનૂતન વર્ષે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી નાગરિકો-પ્રજાજનોને મળશે