Home ગુજરાત સૌરાષ્ટ્રમાં ૨ વર્ષ પછી જન્માષ્ટમીનો મેળા યોજાશે

સૌરાષ્ટ્રમાં ૨ વર્ષ પછી જન્માષ્ટમીનો મેળા યોજાશે

40
0

(જી.એન.એસ),તા.૧૦
રાજકોટ
૨ વર્ષથી સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો મેળો યોજાયો ન હતો ત્યારે આ વર્ષે રાજકોટ શહેરમાં ૧૭ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવશે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા મેળાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા મુજબ આ વર્ષે શહેર પોલીસ તેમના શસ્ત્રાગારમાં શસ્ત્રોનું પ્રદર્શન કરશે, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી મેળા દરમિયાન સરકારી યોજનાઓનો પ્રચાર કરશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન અંગે જાગૃતિ લાવવા મેળાનો ઉપયોગ કરવાનો ર્નિણય લેવાયો છે. તેઓ પ્રથમ વખતના મતદારોને મતદાર યાદીમાં વિગતો અપડેટ કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે. રાજકોટના આ લોક મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરે તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા મેળાની આવકના ૨૫ ટકા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવાનો પણ ર્નિણય કરવામાં આવ્યો છે. આ જન્માષ્ટમી લોક મેળા દરમિયાન પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવશે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા રાઈડ ફી અને ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત પર પહેલેથી જ મર્યાદા મૂકી દીધી છે. સંકલન સમિતિ, અમલ સમિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેક્ટર કે. બી. ઠક્કરે તમામ સમિતિઓના વડાઓને મેળા માટે કામ શરૂ કરવા સૂચના આપી હતી. પોલીસ અધિકારીઓને મેળામાં કાયદો અને વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરની કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર સેફ્ટી, આરોગ્ય સુવિધાઓ અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણીનું ધ્યાન રાખવા જણાવાયું હતું. આ મેળો સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ રાહ જાેવાતી ઘટના છે અને જેઓ સૌરાષ્ટ્રના વતની છે, પરંતુ અન્યત્ર સ્થાયી થયા છે, તેઓ પણ આ કાર્યક્રમમાં જાેડાય છે. એક અંદાજ મુજબ, આ મેળા દરમિયાન લગભગ ૧૦ લાખ લોકો રાજકોટ આવે છે. ૧૫૦ થી વધુ સ્ટોર્સ, રાઇડ્સ અને અન્ય પ્રવૃત્તિઓ મૂકવામાં આવી છે અને મેળો પાંચેય દિવસ ૨૪ કલાક ચાલે છે. ઉલ્લેખીય છે કે, સૌરાષ્ટ્રના લોકોને બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માણવાની તક મળશે. કોવિડ રોગચાળાનેધ્યાનમાં રાખીને ૨૦૨૦ અને ૨૦૨૧ માં મેળો રદ્દ કરવામાં આવ્યો હતો. રાજકોટ કલેક્ટર લોકમેળા સમિતિના વડા છે. રેસકોર્સ મેદાનમાં ૧૭ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ સુધી પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવશે.

Previous articleવીમા કંપની આરટી-પીસીઆર ન હોવાને કારણે દાવો નકારી શકે નહીં
Next articleઈલોન મસ્કે ટેસ્લાના ૭૦ લાખથી વધુ શેર વેચ્યા