(જી.એન.એસ) તા. 23
જામનગર/પોરબંદર,
ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યુ છે. જૂનાગઢ, દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી. ચુડામાં 3 ઈંચ અને થાનમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો. વરસાદને પગલે વાંસલ ડેમમાં 100% પાણીની આવક થઈ. જો કે ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં ધોવાણ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. મૂળી, ચોટીલા, વઢવાણ સહિતમાં વરસાદ થતા જળાશયોમાં નવા નીરની આવક થઈ. વરસાદના આગમનથી કપાસ મગફળી જેવા પાકોને ફાયદો થશે તેમ ખેડૂતોનું માનવું છે.
સૌરાષ્ટ્રમાં અતિ વરસાદથી PGVCLને નુકસાન થયું છે. અત્યાર સુધી 12 સર્કલમાં 10000 ફીડર બંધ થયા અને હજી 218 ફીડર બંધ અન્ય ફીડર પૂર્વવત છે. વરસાદને પગલે 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તો બીજી બાજુ હાઈટેન્શન 35 કિમીની લાઈન પર રીપેરીંગ ચાલુ છે. 179 ટ્રાન્સફોર્મમાંથી 44 પેન્ડિંગ છે અન્ય કાર્યરત છે. 12 સર્કલમાં ટોટલ 750 ટીમ મેદાન પર છે. તેઓ કુલ 3500 જેટલાં અસરગ્રસ્ત વીજપોલમાં કામગીરી કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર સહિત સુરતમાં પણ વરસાદે તબાહી મચાવી છે. સુરતના સારોલી ગામમા વરસાદી પાણી ઘુસ્યા. સારોલી પોલીસ મથક સંપર્ક વિહોણું થયું. જયારે સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સણીયા હેમાદ ગામમાં છાતી સમા પાણી ભરાયા. ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. વરસાદી પાણીએ ભારે તારાજી સર્જતા ગામમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થતા ગ્રામજનોને જીવનજરૂરીયાત વસ્તુઓ માટે મુશ્કેલી પડી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.