Home ગુજરાત સૌરાષ્ટ્રમાં થનારી સભાને લઇ ખાસ વિમાનો સાથે એસપીજી કમાન્ડોનું રાજકોટ એરપોર્ટ પર...

સૌરાષ્ટ્રમાં થનારી સભાને લઇ ખાસ વિમાનો સાથે એસપીજી કમાન્ડોનું રાજકોટ એરપોર્ટ પર આગમન

26
0

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. 20 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની ચાર જાહેર સભા યોજાશે અને ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે આજે રાજકોટ એરપોર્ટ પર ખાસ વિમાનો સાથે SPG કમાન્ડોનું આગમન થયું છે. આવતીકાલે રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલ રાજકોટમાં જનસભાને સંબોધશે. તેમજ કાલે જ મોરબી પંથકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી પ્રચાર કરશે. વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે.

ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ નાણાકીય હેરફેર મામલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે.

ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠક પર કુલ 81 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાં ગઈકાલે 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 76 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. પરંતુ આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે. આજે 3 વાગ્યા સુધીમાં 8 બેઠક બેઠક પર ફાઈનલી કેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશો તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રાજકોટ પૂર્વ બેઠક પર 2, રાજકોટ પશ્ચિમ બેઠક પર 1, જસદણ બેઠક પર 1 અને ધોરાજી બેઠક પરથી 1 ફોર્મ પાછુ ખેંચવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ પૂર્વ બેઠક પરથી રાષ્ટ્રીય એકતા દળના ઉમેદવાર એજાજ અબ્દુલભાઈ પાયકે અને અપક્ષ ઉમેદવાર હાર્દિક રાબડિયાએ ફોર્મ પરત ખેંચ્યું હતું.

જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર વિપુલ તેરૈયા, જસદણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ભરત બાલાળા અને ધોરાજી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર દિલીપ ફળદુએ ફોર્મ પરત ખેંચ્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકો પોતાની સમસ્યાઓને લઈને રાજકીય નેતાઓનો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે. રાજકોટમાં 15મીએ 25 સોસાયટીના લોકોએ પાણી ન આવતા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર સાથે વિરોધ કર્યો હતો.જ્યારે ગઈકાલે વીંછિયાના એસટી બસસ્ટેન્ડમાં ‘ભાજપના ડેમ ભરવાના વચન, ટીપુ પાણી ન આવતા નેતાજીએ મત માગવા આવવું નહીં’ના બેનર લાગ્યા હતા.

બેનરમાં લખવામાં આવ્યું હતું કે, ‘72/વિધાનસભા જદસણ-વીંછિયાના લોકોની એક જ માગ પાણી નહીં તો મત નહીં. ચૂંટણી અંતર્ગત ભાજપના એક પણ નેતાએ વીંછિયા તાલુકાના મતદારો પાસે મત માગવા આવવું નહીં. કારણ કે પેટા ચૂંટણીમાં વીંછિયાના રેવાણીયા, ભાડેર, પાનેલીયા એમ ત્રણ ડેમમાં સૌની યોજનાનું પાણી આવે પછી જ હું મત માગવા આવીશ અને પાણી નહીં આવે તો હું મત માગવા નહીં આવું તેવું વચન આપ્યું હતું. પણ આજ સુધી એક ટીપુ પણ પાણી આવ્યું નથી.

જેથી ભાજપના ખોટા નેતાઓએ મત માગવા વીંછિયા તાલુકામાં આવવું નહીં.’ રાજકોટ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની એક બેઠક મળી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ 6 સામાન્ય નિરીક્ષક, 4 ખર્ચ નિરીક્ષક, 1 પોલીસ નિરીક્ષકને જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓની વિગતવાર જાણકારી આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે વિભાગવાર થઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબીઓબીના એટીએમમાં 100 રૂપિયા કાઢતા નીકળ્યા 500, કલાકમાં 20 લોકોએ ખંખેર્યું એટીએમ
Next articleરાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોદ્દાનો દુરૂપયોગ કરી આયુષ્યમાન કાર્ડ મેળવનાર અધિકારી સામે તપાસના આદેશ