Home દુનિયા - WORLD સોશિયલ મીડિયા પર શી જિનપિંગને નજરકેદ કર્યાની ચાલી રહી છે અફવા!.. જાણો...

સોશિયલ મીડિયા પર શી જિનપિંગને નજરકેદ કર્યાની ચાલી રહી છે અફવા!.. જાણો શું છે સાચું?..

42
0

આમ તો ચીનથી સમાચારો બહાર આવવા મુશ્કેલ હોય છે પરંતુ હાલ સોશિયલ મીડિયા દ્રારા જે વાતો સામે આવી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ચીનમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ સારી નથી. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરી ચીની સેનાએ તખ્તાપલટ કરી દીધો છે. ઘણા ચીની સોશિયલ મીડિયા હેડલર્સનું કહેવું છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠો દ્રારા તેમને પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રમુખના પદેથી દૂર કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

આ મામલે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વીટ કરતાં કહ્યું કે આ અફવાઓ પરથી પડદો ઉઠવો જોઇએ શું ખરેખર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરવામાં આવ્યા છે? જો કે ટ્વિટર પર #xijinping હેશટેગ ટ્રેંડમાં ચાલી રહ્યો છે. ચીનમાં એવી ચર્ચાઓ છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કરી પીએલએએ તખ્તાપલટ કરી દીધો છે. અપ્રમાણિત સમાચારોના અનુસાર ત્યાંની સેના (PLA) એ રાજધાની બીજિંગને પોતાના કબજામાં લઇ લીધી છે. રાજધાની સંપૂર્ણપણે સેનાના કંટ્રોલમાં છે. બીજિંગ હવે આખી દુનિયાથી કટ થઇ ગઇ ગયું છે.

ત્યાં મોતી સંખ્યામાં સેના પહોંચી ગઇ છે સાથે જ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ સમાચારોની હજુ સુધી પુષ્ટિ થઇ શકી નથી. ન્યૂઝ હાઇલેન્ડ વિજનના અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતાઓ અને પૂર્વ ચીની પ્રધાનમંત્રી વેન જિબાઓએ સ્ટેડિંગ કમિટીના પૂર્વ સભ્ય સોંગ પિંગને પોતાના પક્ષમાં રાજી કરી લીધા અને સેંટ્ર્લ ગાર્ડ બ્યૂરો પર પોતાનો કંટ્રોલ બનાવી લીધો. સોંગ પિંગના કંટ્રોલમાં સેંટ્રલ ગાર્ડ બ્યૂરો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાર્ડ બ્યૂરો પોલિત બ્યૂરોના સ્થાયી સમિતાના સભ્યો અને સીસીપીના અન્ય નેતાઓને સુરક્ષા પ્રદાન કરે છે. આ જ શી જિનપિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

જોકે રિપોર્ટોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 16 સપ્ટેમ્બરના રોજ શી જિનપિંગના એસસીઓ મીટિંગ કરીને સમરકંદથી પરત ફર્યા બાદ તેમને એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને સંભવત: હાલમાં તેમને નજરબંધ રાખવામાં આવ્યા છે. આ પ્રકારના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જોકે આ દાવાઓમાં કેટલી સચ્ચાઇ છે તેના પરથી પડદો ઉઠવાનો બાકી છે. સોશિયલ મીડિયા પર ઝડપથી સમાચારો ફેલાઇ રહ્યા છે કે બીજિંગને સેનાએ કિલ્લામાં તબદીલ કરી દીધો છે શી જિનપિંગ હવે રાષ્ટ્રપતિના અધિકાર રહ્યા નથી. જેનિફર જેંગના ટ્વિટર હેન્ડલ પરથી એક એવો વીડિયો સર્કુલેટ કરવામાં જેના વિશે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બીજિંગનો છે.

બીજિંગની બહાર સેનાનો એક મોટો કાફલો હાઇવે પર જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએલએન સૈન્ય વાહન 22 સપ્ટેમ્બરના રોજ બીજિંગ તરફ જઇ રહ્યા હતા. આ કાફલો લગભગ 80 કિમી લાંબો છે. બીજિંગ પાસે હુઆનલાઇ કાઉન્ટીથી શરૂ થઇને સેનાની ગાડીઓનો આ કાફલો ઝાંગજિયાકો શહેરમાં ખતમ થયો. આ કાફલાની લંબાઇ લગભગ 80 કિમી સુધી હતી. આ ટ્વીટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે શી જિનપિંગને તેમના પદેથી દૂર કરવામાં આવ્યા છે અને તેમને હાઉસ અરેસ્ટ કરી લીધા છે.

એવા પણ સમાચારો છે કે સિસ્ટમ પર હવે શી જિનપિંગનો કોઇ કંટ્રોલ રહ્યો નથી. હૂ જિંતાઓએ હાલની સ્થિતિને પોતાના કંટ્રોલમાં લઇ લીધી છે. જો આ સમાચારો પર વિશ્વાસ કરીએ તો 2019 માં ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ સૌથી મોટી ઘટના છે. ગત 10 દિવસથી બંધ દરવાજા પાછળ ગોપનીય બેઠક ચાલી રહી હતી. આ બેઠકોનું પરિણામ એ રહ્યું કે શી જિનપિંગના હાથમાંથી સત્તા લગભગ જતી રહી છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે શંઘાઇ સહયોગ શિખર સંમેલનના મુદ્દે સમરકંદમાં હતા. તે દરમિયાન હૂ જિંતાઓ અને વેન જિબાઓએ સોંગ પિંગને શી જિનપિંગના વિરૂદ્ધ ઉશ્કેરતા પોતાના પક્ષમાં કરી લીધા. કારણ કે શી જિનપિંગ સતત ત્રીજી વાર રાષ્ટ્રપતિનો કાર્યકાળ લગભગ તૈયાર કરી ચૂક્યા હતા. ત્યારબાદ જેવા જ શી જિનપિંગ સમરકંદથી પરત ફર્યા તેમને તેમના ગાર્ડે કસ્ટડીમાં લઇ લીધા અને પછી તેમને હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવ્યા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field