સોશિયલ મીડિયા પર હાલ એક સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓની ચર્ચા થઈ રહી છે. હરિયાણામાં સરપંચની ચૂંટણીમાં એક ઉમેદવારે એવા એવા વાયદાઓ કર્યા છે કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો અને સાથે સાથે તમે તમારી હસી પર કંટ્રોલ પણ નહીં કરી શકો. તો કેવા છે સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓ વાંચો. ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ મતદારોને રિઝવવા માટે વાયદાઓ કરતા હોય છે.
કેટલાક વાયદાઓ તો પુરા થઈ શકે તેવા હોય છે, જ્યારે કેટલાક વાયદાઓ એવા હોય છે કે જેના વિશે જાણીને તમે વિચારમાં પડી જાઓ કે શું હકિકતમાં આવા વાયદાઓ પુરા થઈ શકે છે. તમને થતું હશે કે અમે ચૂંટણીના વાયદાઓની વાત કેમ કરી રહ્યા છીએ તો સોશિયલ મીડિયા પર એક સરપંચ ઉમેદવારના ચૂંટણી વાયદાના પોસ્ટરની ચર્ચા થઈ રહી છે. નજીકના સમયમાં જ હરિયાણામાં સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે. આવામાં હરિયાણાના એક સરપંચના ઉમેદવારે એવા એવા વાયદાઓ કરી નાંખ્યા કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો.
સરપંચ ઉમેદવારે મતદારોને 13 વાયદાઓ કર્યા છે કે એકથી એક ચઢિયાતા છે. તો કેવા છે સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓ…તમે એક પોસ્ટર જોઈ શકો છો..હરિયાણાના સોનીપતના સિરસાઢ ગામમાં સરપંચની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર છે જયકરણ લઠવાલ. પોસ્ટરમાં પહેલા તો આ જનાબના ખુબ વખાણ કરવામાં આવ્યા છે. ઉમેદવાર વિશે લખવામાં આવ્યું છે કે તેઓ શિક્ષિત, મહેનતી, કર્મઠ, ઝુઝારુ, ઈમાનદાર ઉમેદવાર છે. હવે ઉમેદવારે જે વાયદાઓ કર્યા છે તે તેના વિશે પણ જાણી લો. આ જનાબ સરપંચ બની ગયા તો કેવી રીતે ગામની કાયાપલટ કરી નાંખશે તે વિચારવા જેવી બાબત છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.