અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
(જી.એન.એસ) તા. 23
અમદાવાદ,
હમણાં છેલ્લા થોડા દિવસોથી સોશિલય મીડિયામાં રોફ જમાવવા, ભયનો માહોલ ફેલાવા, શાંતિનો ભંગ થાય તેવા વીડિયો બનાવીને અમુક લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે, ત્યારે આવા વીડિયો સોશિયલ મીડિયામાં તરત વાયરલ પણ થઈ જતાં હોય છે. સામાન્ય રીતે આવા લોકો અન્ય લોકો માટે જોખમ ઊભું કરતા હોય છે. જેથી આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી ખુબ જ અનિવાર્ય છે. જેને લઈને અમદાવાદા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં આવા લોકોને શોધીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રીલ્સ બનાવનારાને ચેતવણી આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાંધાનજક પોસ્ટ મૂકીને ભયનો માહોલ પેદા કરનારા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તલવાર, બંદૂક કે અન્ય ઘાતક હથિયારથી કેક કાપવી, ભયનો માહોલ ફેલાઈ તેવી રીતે વાહન ચલાવીને રીલ બનાવીને પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.
આ પ્રકારની વાંધાજનક વીડિયોની માહિતી ક્રાઈમ બ્રાન્ચના 6359625365 વોટ્સએપ નંબર આપી શકાશે. સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનીટરીંગ સેલની ટીમ આ પ્રકારની પોસ્ટ પર સતત વોચ રાખી રહી છે. લોકોને પણ ક્યાય આવી પોસ્ટ દેખાય તો પોલીસને જાણ કરવા માટે પોલીસ દ્વારા નંબર આપવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, દરેક જગ્યાએ પોલીસ પહોંચી શકવાની નથી જેથી કરીને સામાન્ય લોકોએ પણ પોલીસની મદદ કરવી જોઈએ અને આવો વીડિયો કે, ફોટો દેખાય તો તેની જાણકારી પોલીસ સુધી પહોંચાડવી જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.