(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
નવા વર્ષથી દુબઈ પ્રવાસ કરવાના શોખીન ભારતીયો માટે યાત્રા મોંઘી થવાની છે. ઈંધણની કમી અને નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાને કારણે યુએઈ 1 જાન્યુઆરી-2018થી વસ્તુ અને સેવાઓ પર વેટ પાંચ ટકા વધારવા જઈ રહ્યું છે. હોટલ બુકિંગ, સાઈટસીઈંગ ટુર અને ભાડે કાર લેવી પણ હવે મોંઘી પડશે.
દિલ્હી સ્થિત અંબે વર્લ્ડ ટ્રાવેલના અનિલ કાલસીએ જણાવ્યું કે પાંચ ટકા ટેક્સ અને વ્યવસાય પર પરવાનગી ખર્ચને કારણે યુએઈમાં ફરવું હવે 6થી 7 ટકા મોંઘુ પડશે. દુબઈ ભારતીય પર્યટકો માટે ઘણું લોકપ્રિય છે અને હવે તેના પાછળ ખર્ચ વધી જશે. ટોચના ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુટર્સોએ ભારતમાં ટ્રાવેલ એજન્ટોને મોકલેલા મેલમાં જણાવ્યું છે કે જો બુકિંગ પહેલા કરી લેવામાં આવ્યું હોય તો પણ પાંચ ટકા વધારાનો વેટ લાગશે. આ વાતની જાણ બુકિંગ કરાવનારા પ્રવાસીઓને કરી દેવા પણ એજન્ટોને અપીલ કરાઈ છે.
અન્ય એક ટ્રાવેલ સંચાલકે જણાવ્યું કે યુએઈમાં રજા ગાળવી હવે મોંઘી પડશે. જો કે ભારતીયોને અમે નવા વર્ષની ઉજવણી માટે જે ઓફર આપી રહ્યા છે તેના કારણે વેટનો પ્રભાવ થોડો ઓછો થઈ જશે. યુએઈ ભારતીયોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને આ વર્ષે દુબઈમાં 10 લાખથી વધુ ભારતીયોના આવવાની સંભાવના છે. 2016માં યુએઈમાં 5.3 કરોડ આંતરરાષ્ટ્રીય પર્યટકો આવ્યા હતાં જેમાં 1.8 કરોડ પર્યટક ભારતના રસ્તેથી આવ્યા હતા. મુંબઈ અને દિલ્હીના રસ્તે લોકો ભારતથી યુએઈ સૌથી વધુ આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.