સોનાલી ફોગાટ હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. ગોવા પોલીસ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આજે હરિયાણાના હિસારમાં પહોંચીને ગોવા પોલીસે સોનાલીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. તો હવે ગોવા પોલીસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
ગોવા પોલીસની તપાસમાં તે સામે આવ્યું છે કે સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાને પહેલાથી સોનાલીના ફાર્મ હાઉસના કાગળ પોતાના નામે તૈયાર કરાવી લીધા હતા. સુધીર સોનાલીના ફાર્મ હાઉસને 20 વર્ષ માટે લીઝ પર લેવા ઈચ્છતો હતો. તેણે 60 હજાર રૂપિયા વાર્ષિક ભાડુ આપવાનો એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યો હતો. ગોવા પોલીસ દરરોજ સોનાલી ફોગાટ કેસમાં નવા-નવા ખુલાસા કરી રહી છે.
હાલ ગોવા પોલીસ તે વકીલની પૂછપરછ કરી રહી છે, જેણે આ કાગળો તૈયાર કર્યાં હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર સોનાલી ફોગાટના ફાર્મ હાઉસના વિસ્તારમાં જમીનનો ભાવ 3 કરોડ રૂપિયા પ્રતિ એકર છે.
આ ફાર્મ હાઉસ સાડા છ એકરમાં ફેલાયેલું છે. નોંધનીય છે કે બિગ બોસ ફેમ સોનાલી ફોગાટનું 22-23 ઓગસ્ટની રાત્રે ગોવામાં નિધન થયું હતું. આ કેસમાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પાંચ લોકોમાં પીએ- સુધીર સાંગવાન, સુધીરનો મિત્ર સુખવિંદર, ક્લબનો માલિક એડવિન, ડ્રગ પેડલર રામા અને રિસોર્ટનો વેટર દત્તા પ્રસાદ છે. પરિવાર તરફથી શરૂઆતમાં જ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.