Home દેશ - NATIONAL સોનાલી ફોગાટના મોત પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે, માંડ-માંડ ચાલી રહેલી જોવા...

સોનાલી ફોગાટના મોત પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે, માંડ-માંડ ચાલી રહેલી જોવા મળી

52
0

ભાજપ નેતા સોનાલી ફોગાટનું મોત સામાન્ય નથી. ગોવાની હોટલમાંથી સામે આવેલા સીસીટીવી ફુટેજ જોઈને લાગે છે કે તેની હાલત ખુબ ખરાબ હતી. ફુટેજ સવારે 4 કલાક 27 મિનિટના છે. ગોવા પોલીસે હોટલના 200-300 ફુટેજની તપાસ કર્યા બાદ આ ચંક મળ્યો છે. આ ફુટેજમાં સોનાલી ટોપ અને હાફ પેન્ટમાં જોવા મળી રહી છે.

CCTV – Image From Google Images

હોટલની ગલીમાંથી તેને રૂમમાં લઈ જવામાં આવી રહી છે. ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે તે યોગ્ય રીતે ચાલી શકતી નથી. તે પગ ફેલાવીને ચાલી રહી છે. એક વ્યક્તિએ તેને ખભાથી સહારો આપ્યો છે. આ ફુટેજ સોનાલી સાથે થયેલી ઘટનાની કહાની જણાવી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે સોનાલીના મોત પહેલા ગોવાની હોટલથી તેને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તો આજે ગોવા પોલીસે પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, સોનાલીને કંઈક ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું. તેના ફુટેજ પણ પોલીસને મળ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે આ સીસીટીવી ફુટેજ તે સમયના છે જ્યારે તેને હાર્ટ એટેક આવવાની વાત કહેવામાં આવી હતી. બાદમાં તેના પર્સનલ આસિસ્ટન્ટે સ્વીકાર્ય કર્યો કે કોઈ લિક્વિંડમાં કોઈ પદાર્થ મિક્સ કરીને આપવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યુ કે જે રીતે પરિવારજનો આરોપ લગાવી રહ્યાં હતા તેના પૂરાવા મળ્યા નથી. મુંબઈથી પણ કેટલાક લોકો સોનાલીને મળવા આવવાના હતા. કોઈ ઈજા નહોતી જેના કારણે ડોક્ટરોએ તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

સીસીટીવીમાં જોવા મળ્યું કે ઘણા લોકો પાર્ટીમાં આવ્યા હતા. ક્યું ડ્રગ્સ આપવામાં આવ્યું તેના વિશે હજુ માહિતી મળી નથી. બોટલ ક્યાં ફેંકવામાં આવી તે સંદર્ભની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે સોનાલીને ક્લબથી હોટલ એક ટેક્સીવાળો ગઈ ગયો હતો. ગોવા પોલીસે તે ટેક્સી ડ્રાઇવરને પૂછપરછ માટે બોલાવ્યો છે. જેથી તે જાણી શકાય કે તે સમયે સોનાલીની શું સ્થિતિ હતી. ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યુ કે સુખવિંદર અને સુધીરની સામે જ્યારે તે રાખવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેણે ઇરાદાપૂર્વક પીડિતાને અપ્રિય રસાયણ મિક્સ કરીને આપ્યું. તે પીધા બાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field