Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સેવા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને એકબીજાને મદદ કરવી એ...

સેવા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને એકબીજાને મદદ કરવી એ આપણા ઉછેરમાં સમાયેલું છે: ડો.માંડવિયા

21
0

(જી.એન.એસ) તા. 14

નવી દિલ્હી,

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ આજે નવી દિલ્હીમાં આયોજિત વિશેષ ઇન્ટરેક્ટિવ સેશનમાં 500 યુવા સ્વયંસેવકોના વાઇબ્રન્ટ જૂથ સાથે વાતચીત કરી હતી. સ્વતંત્રતા દિવસ સમારોહ 2024માં દેશભરના યુવા સ્વયંસેવકો, 400 રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) સ્વયંસેવકો અને 100 એમવાય ભારત સ્વયંસેવકોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્વયંસેવકોની યુવા ઊર્જા અને પ્રતિબદ્ધતા માટે પ્રશંસા વ્યક્ત કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આપણા યુવાન સ્વયંસેવકો પરિવર્તન અને પ્રગતિના સાચા મશાલચી છે. રાષ્ટ્રનિર્માણ પ્રત્યે તેમનો ઉત્સાહ અને સમર્પણ પ્રેરણાદાયક છે.”

અન્યોની સેવાનાં મહત્ત્વ વિશે વાત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સેવા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એકબીજાને મદદ કરવી એ આપણા ઉછેરમાં સમાયેલું છે. આ મૂલ્યો તમને પડકારોનો સામનો કરવામાં અને વિકસિત ભારતના નિર્માણમાં મદદ કરશે.”

યુવાનોની ક્ષમતાને ઓળખતા ડૉ. માંડવિયાએ કહ્યું હતું કે, “હું તમારા દરેકમાં અપાર સંભવિતતા જોઉં છું. છેલ્લા એક દાયકામાં સરકારે વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે અસંખ્ય તકો ઊભી કરી છે, પછી તે મુદ્રા યોજના અને સ્ટાર્ટ-અપ ઇન્ડિયા જેવી પહેલો સાથે ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપીને હોય કે પછી ખેલો ઇન્ડિયા કાર્યક્રમ મારફતે રમતગમતની પ્રતિભાઓનું પોષણ કરે.”

તેમણે યુવાનોને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પ્રધાનમંત્રી સંગ્રહાલય, કર્તવ્ય પથ અને અન્ય મહત્ત્વપૂર્ણ સ્મારકો જેવા મુખ્ય સ્થળોની મુલાકાત લેવા અપીલ કરી હતી.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાનમાં તેમના યોગદાન, અમૃત વાટિકાની રચના અને વૃક્ષારોપણ અભિયાન, રક્તદાન શિબિરો અને માર્ગ સલામતી જાગૃતિ જેવી વિવિધ સમુદાય-કેન્દ્રિત પહેલો સહિત તેમના અસરકારક કાર્ય માટે વિશેષ મહેમાનોની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી અને સ્વયંસેવકો વચ્ચે રસપ્રદ સંવાદ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો, જેમાં મંત્રીએ યુવાનોને સશક્ત બનાવવા અને સ્વયંસેવકોની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારની પહેલની આંતરદૃષ્ટિની આપ-લે કરી હતી. તેના બદલામાં, સ્વયંસેવકોએ તેમના અનુભવો અને શિક્ષણની આપ-લે કરી હતી, યુવાનોની આગેવાની હેઠળના કાર્યક્રમોની અસરને વધારવા અને માય ભારત પોર્ટલને વધુ મજબૂત બનાવવા માટે મૂલ્યવાન પ્રતિસાદ પ્રદાન કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી
Next article૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ