Home રમત-ગમત Sports સેમીફાઈનલ પહેલા જોએલ વિલ્સન આ મેચમાં ટીવી અમ્પાયર જ્યારે પોલ રાઈફલ ચોથો...

સેમીફાઈનલ પહેલા જોએલ વિલ્સન આ મેચમાં ટીવી અમ્પાયર જ્યારે પોલ રાઈફલ ચોથો અમ્પાયર

82
0

(જી.એન.એસ),તા.૨૬

મુંબઈ,

ટી20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 27 જૂનના રોજ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે સુપર-8ના ગ્રુપમાં ટોપ પર રહી સેમીફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે. તો ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ-2માં બીજા નંબર પર રહી છે. આ મેચની વિજેતા ટીમ 29 જૂનના રોજ બારબાડોસમાં અફઘાનિસ્તાન કે પછી સાઉથ આફ્રિકા સાથે ટકરાશે. ન્યુઝીલેન્ડના ક્રિસ ગફ્ફાની અને ઓસ્ટ્રેલિયાના રોડની ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ માટે મેદાનમાં અમ્પાયર હશે. જોએલ વિલ્સન આ મેચમાં ટીવી અમ્પાયર જ્યારે પોલ રાઈફલ ચોથો અમ્પાયર હશે. ન્યુઝીલેન્ડના જેફરી ક્રો મેચ રેફરીની ભૂમિકા નિભાવશે. ઈંગ્લેન્ડના રિચર્ડ ઈલિવંગવર્થ અને ભારતના નિતિન મેનન ત્રિનિદાદ અને ટોબેગોના તારોબામાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી પહેલી સેમીફાઈનલમાં મેદાનમાં અમ્પાયર હશે. વેસ્ટઈન્ડિઝના રિચી રિચર્ડસનને આ મેચના રેફરી નિયુક્ત કરવામાં આવ્યા છે. રિચર્ડ કેટલબોરો આઈસીસીના ટોપ અમ્પાયરમાં સામેલ છે પરંતુ તે ટીમ ઈન્ડિયા માટે અનલકી સાબિત રહ્યા છે. 2023 વર્લ્ડકપની ફાઈનલમાં પણ રિચર્ડ કેટલબોરો અમ્પાયરની ભુમિકામાં હતો. 2019ની સેમીફાઈનલમાં કેટલબોરો મેદાન પર હતા. ચેમ્પિયન ટ્રોફી 2017ની ફાઈનલ મેચમાં પણ ઈંગ્લેન્ડના રિચર્ડ કેટલબોરો મેદાન પર અમ્પાયરની ભુમિકા નિભાવી રહ્યા હતા. 2014 ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં કેટલબોરો અમ્પાયર હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટી20 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલ મેચમાં વરસાદની શક્યતા છે. આ મેચમાં વરસાદ પડશે તો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો નથી. વરસાદ પડવાથી જો મેચ રદ થાય છે તો ટીમ ઈન્ડિયાની સીધી ફાઈનલમાં એન્ટ્રી થશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ 24 રનથી જીતી લીધી છે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ અત્યારસુધી એક પણ મેચ હારી નથી. ત્યારે હવે જોવાનું રહેશે કે, ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવે છે કે કેમ,

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેમીફાઈનલ મુકાબલા પહેલા રોહિત શર્મા-કુલદીપ યાદવના નિવેદને વધાર્યો મેચનો પારો
Next articleનસકોરા બોલાવવાની બીમારી હોય તો તમને દર મહિને 78 હજાર રૂપિયા મળી શકે