Home દેશ - NATIONAL સેક્સ વર્કરને પૈસા આપવાથી ગ્રાહક દ્વારા ઇનકાર રેપ નથી

સેક્સ વર્કરને પૈસા આપવાથી ગ્રાહક દ્વારા ઇનકાર રેપ નથી

426
0

(જી.એન.એસ), તા.૧ નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે રેપના કેસમાં સુનાવણી કરતી વેળા હાલમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે જો સેક્સ વર્કરને તેના ગ્રાહક પૈસા આપવાનો ઇન્કાર કરે છે તો તે તેના પર રેપનો કેસ દાખલ કરી શકે નહી. સુપ્રીમ કોર્ટનો આ આદેશ બેંગલોરના એક ૨૦ વર્ષ જુના કેસમાં સુનાવણી વેળા આપ્યો હતો. સાથે સાથે કોર્ટે આ મામલે આરોપી રહેલા ત્રણ લોકો પર રેપના આરોપો દુર કરી લીધા હતા. કોર્ટે કહ્યુ હતુ કે જો કોઇ મહિલા રેપની ફરિયાદ દાખલ કરે છે તો તેને પુરતુ મહત્વ મળવુ જોઇએ. પરંતુ તેના નિવેદનને જ પૂર્ણ સત્ય તરીકે ગણી લેવાય તે યોગ્ય નથી. રેપના ચાર્જને દર્શાવવા માટે પુરતા પુરાવા હોવા જોઇએ. હકીકતમાં સંબંધિત કેસમાં બેંગલોરની એક મહિલાએ ત્રણ લોકો પર તેના અપહરણ કરવા અને રેપના આરોપો મુક્યા હતા. કર્ણાટક હાઇકોર્ટે તેમના પર રેપના આરોપો સ્વીકારી પણ લીધા હતા. હાઇકોર્ટના આદેશને આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રતિક્રિયા સપાટી પર આવી છે. સુપ્રીમ કોર્ટે કેટલાક તર્કદાર સુચન કર્યા હતા. પિડિત મહિલાની રૂમમેટે આ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ હતુ. આ મહિલાએ કહ્યુ હતુ કે પિડિત મહિલા દિવસમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. જ્યારે રાત્રી ગાળામાં સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી. આ ક્રમમાં જ મહિલાએ આરોપીઓ પાસેથી એક વખતે ૧૦૦૦ રૂપિયાની માંગ કરી હતી. આ રકમ આપવાનો લોકોએ ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ પિડિતાએ રેપનો કેસ આ તમામ લોકો પર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના તારણને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે તેની દુરગામી અસર થઇ શકે છે. બીજી બાજુ આરોપી લોકોને સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે મોટી રાહત મળી ગઇ છે. હાઇકોર્ટે તેમની સામે અગાઉ લાલ આંખ કરી હતી. સેક્સ વર્કરોના સંદર્ભમાં સુપ્રિમના ચુકાદના ચર્ચા જોવા મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવરાત્ર દરમિયાન મોદીનો કાર્યક્રમ ખુબ કઠોર રહે છે
Next articleરશિયા-અમેરિકા પર ટૂંકમાં જ આત્મનિર્ભરતા ઘટાડાશે