*સૂર્ય નમસ્કાર મહાઅભિયાનના જિલ્લા- વોર્ડ કક્ષાનો વિજેતા સન્માન સમારોહ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં પુનિત વન-ગાંધીનગર ખાતે યોજાયો
*પ્રથમવાર રાજ્યભરમાં તા.૧ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાઈ
(જી.એન.એસ),તા.૦૧
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.1 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલી સ્પર્ધાનો વિજેતા સન્માન સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયો હતો.
આ સ્પર્ધાનો ગાંધીનગર જિલ્લા- વોર્ડ કક્ષાનો વિજેતા સન્માન સમારોહ ગાંધીનગરના પુનિત વન ખાતે મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શાળાના બાળકો તથા આંગણવાડીના કાર્યકર બહેનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
વિજેતા સહિતના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આપણી યોગની સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને વધુ નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.1 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
મંત્રીશ્રીએ તમામ નાગરિકો ખાસ કરીને બહેનોને રોજિંદા જીવનમાં યોગ અને વ્યાયામને અપનાવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, યોગ એ આપણા જીવનના પરિવર્તનનું સાધન તથા તંદુરસ્ત જીવન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે, જે આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને પ્રફુલ્લિત બનાવે છે. સૂર્ય નમસ્કાર એ બાર આસનોનો સમન્વય છે, જે સૂર્યને નમન કરે છે. સૂર્યએ જીવનનો સ્રોત છે, જે આપણને ઊર્જા અને પ્રકાશ આપે છે. સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરના બધા અંગો વધુ સક્રિય થાય છે, આપણાં રક્તનો પ્રવાહ વધુને વધુ સક્રિય બને છે. આપણી પાચન શક્તિ વધારે છે, આપણી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે. જેનાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મ્યુન્સિપલ કોર્પોરેશનના નાયબ મુખ્ય કમિશનર શ્રી જે. એન. ભોરણીયા, મદદનીશ મુખ્ય કમિશનર શ્રી અમિત સિંઘાઈ, કોર્પોરેટર શ્રીમતી કૈલાશબેન સુતરીયા, શ્રીમતી હેમાબેન ભટ્ટ તથા શ્રી પદમસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.