Home મનોરંજન - Entertainment સુશાંતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અસ્તિત્વ વિશે કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

સુશાંતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અસ્તિત્વ વિશે કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

15
0

(GNS),14

આજથી ત્રણ વર્ષ પહેલા 14 જૂને જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર સામે આવ્યા હતાં ત્યારે આખો દેશ જાણે હિબકે ચડ્યો હતો. ટચૂકડા પડદાથી એક્ટિંગની દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરનાર એક્ટરે બોલિવૂડમાં પોતાના પગ જમાવવા માટે અથાગ મહેનત કરી. સફળતાની રાહ સરળ ન હતી, પરંતું સુશાંત સિંહ રાજપૂતે કાઇપો છે અને એમ એસ ધોનીમાં પોતાની દમદાર એક્ટિંગથી લોકોને ઇમ્પ્રેસ કર્યા. સુશાંત સિંહ રાજપૂત પોતાના મનની વાત જાહેરમાં કહેવા માટે જાણીતો હતો. તેણે ઘણા મીડિયા ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અસ્તિત્વ વિશે ખુલીને વાત કરી છે. હાલમાં સુશાંતનું એક ઇન્ટરવ્યુ ચર્ચામાં છે જેમાં સુશાંત બોલિવૂડના કોઇપણ કેમ્પમાં ન જોડાવા વિશે વાત કરી રહ્યો છે. સુશાંતનું આ ઇન્ટરવ્યું 2017નું છે. જેમાં સુશાંત કંઇ કહેતા પહેલા હસી પડે છે. તે બાદ તે કહે છે કે, કેમ્પ છે, હું નથી જાણતો? કોઇએ મને કહ્યું જ નહીં. સ્પષ્ટરૂપે, હું એટલો ઇમ્પોર્ટન્ટ નથી.

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સર્વાઇવલ વિશે સુશાંતે તે વાત પર ભાર આપતા કહ્યું કે, આ તમારુ કામ સારી રીતે કરવા અને દરેક પ્રોજેક્ટમાં વધુ પ્રોડક્ટિવીટી બતાવવા વિશે છે. સુશાંતનું માનવું હતું કે, તેના માટે ગમે તે કેમ ન કરવું પડે, જો કોઇ પોતાના કામમાં પોતાના મૂલ્યો જોડવાનું ચાલુ રાખશે તો તેને કોઇ ચિંતા વિના કામ મળતું રહેશે. તેણે વધુમાં કહ્યું હતું કે, એવી ઘણી સાચી વસ્તુઓ કરવા માટે છે અને તે બદલાતી રહે છે. પરંતુ એક સાચી વસ્તુ એવી હોય છે જે હંમેશા સાચી જ રહે છે. જો તમે તમારુ કામ સારી રીતે અને પ્રોફેશનલી કરો છો તો તમે તમારા કામમાં મૂલ્યો જોડવા માટે ઓછો સમય લો છો. તમને કોઇ ફરક નથી પડતો કે તમે કોઇ કેમ્પમાં જોડાયેલા છો કે નહીં. આ જ કારણ છે કે હું હજુ આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહ્યો છું, એટલા માટે નહીં કે હું અહીં ટકવા માંગુ છું. હું એટલા માટે અહીં ટક્યો છું કારણ કે હું મારુ કામ સારી રીતે કરુ છું, જ્યારે હું મારુ કામ કરુ છું ત્યારે હું ક્યાંય બીજે નથી હોતો.

પોતાનો જવાબ પૂરો કરતાં પહેલા સુશાંત સિંહ રાજપૂતે એક આદર્શ વાક્ય પણ શેર કર્યું, જેને તેણે પોતાનું કામ કરતાં આત્મસાત કર્યુ. “Presence over productivity,” એટલે કે ઉત્પાદકતા પર ઉપસ્થિતિ, જેના પર સુશાંત વિશ્વાસ કરતો હતો. દિવંગત એક્ટર ડેઇલી સોપ પવિત્ર રિશ્તામાં માનવનું પાત્ર ભજવીને ઘરે-ઘરે ફેમસ થયો હતો. સુશાંતે કાઇપો છે ફિલ્મથી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું અને એક પછી એક હિટ ફિલ્મો આપી. સુશાંતની હિટ ફિલ્મોમાં એમએસ ધોની: ધન અનટોલ્ડ સ્ટોરી અને છીછોરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ હતી. આ ફિલ્મ સુશાંતના નિધન બાદ રિલીઝ થઇ હતી. સુશાંતને છેલ્લી વાર સ્ક્રીન પર જોઇને ફેન્સની આંખોમાં આંસુ આવી ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકપિલ શર્મા શોના કોમેડિયને લાઇવ આવીને ઝેર ગટગટાવ્યુ
Next articleરિલીઝ પહેલા જ આદિપુરુષ ફિલ્મે આટલા કરોડની કમાણી કરી