Home ગુજરાત સુરેન્દ્રનગર બાર એસોસીએશનની ચૂંટણીનું 91% મતદાન, પ્રમુખ પદ માટે ધનશ્યામસિંહ ધીરૂભા ઝાલા...

સુરેન્દ્રનગર બાર એસોસીએશનની ચૂંટણીનું 91% મતદાન, પ્રમુખ પદ માટે ધનશ્યામસિંહ ધીરૂભા ઝાલા વિજેતા

33
0

સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ બાર એસોસીએશનની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારી નોંધાઇ હતી. જેમાં મહિલા ઉપપ્રમુખ બિનહરીફ થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરીનાપદ માટે ફોર્મ ભરાયા હતા. એક પદ માટે બે એમ કુલ 8 ઉમેદવારોએ ફોર્મ ભરતા ગઈકાલે મતદાન યોજાયું હતું. જે પુર્ણ થયે ગણતરી બાદ વિજેતા જાહેર કરાયા હતા. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2023 માટે બાર એસોસીએશનના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરની કોર્ટ મુખ્ય હોવાથી જિલ્લા કોર્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી હોદ્દા માટે ચૂંટણી અધિકારી તરીકે કે.કે.રામાનુજ, સહ ચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસિંહ રાણા દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી.

જેમાં સુરેન્દ્રનગર વકીલ મંડળના 287 સભ્યોમાંથી 260 સભ્યોએ મતદાન કરતા 91 ટકા જેટલુ મતદાન થયુ હતું. આથી વકીલ મંડળની ચૂંટણી રસાકસીભરી બની હતી. જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવાર વચ્ચે જંગ હતો. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર ધનશ્યામસિંહ ધીરૂભા ઝાલાને 160, જાની નિલેશકુમાર ઇન્દુલાલને 97 મત મળતા ઘનશ્યામસિંહ ઝાલા 63 મતે વિજેતા જાહેર થયા હતા. ઉપપ્રમુખ પદ માટે જાની રીતેષભાઇ ઉલ્લાષ કુમારને 69 મત અને રવીભાઇ આર આચાર્યને 178 મત મળત રવીભાઇ આચાર્યનો 109 મતે વિજય થયો હતો.

જયારે સેક્રેટરીના પદ માટે કશ્યપભાઇ વિરેન્દ્રભાઇ શુક્લ 183 અને રવિભાઇ અશોકભાઇ માંડલીયા 51 મત મળતા કશ્યપભાઇ શુક્લનો 132 મતે વિજય થયો હતો. આ ઉપરાંત જોઇન્ટ સેક્રેટરીની ચૂંટણીમાં રોહીતભાઇ.એસ.સાપરા 112અને રાઠોડ મુકેશભાઇ જીને137 મત મળતા મુકેશભાઇ રાઠોડનો 25 મતે વિજય થયો હતો. ચૂંટણી અગાઉ મહિલા ઉપપ્રમુખ રંજનબેન જગદીશચંદ્ર ત્રિવેદીની બિનહરીફ વરણી કરાઇ હતી. સાંજે પરિણામ જાહેર થતા વકીલોએ વિજયોત્સવની ઉજવણી કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદથી ગોવાના મોપા એરપોર્ટની ડોમેસ્ટિક અને બેંગકોક માટે રોજ એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ!
Next articleબનાસકાંઠા જિલ્લાના મોરિયા ખાતે પી જી દોશી હાઈ સ્કૂલમાં બે દિવસીય એસ.વી.એસ કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું