Home ગુજરાત ઉત્તર ગુજરાત સુરેન્દ્રનગર પોલીસ વિભાગ ખાણમાફિયાઓ સામે એક્શનમાં; અચારડા પાસે ખનીજ ચોરીનો 37 લાખનો...

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ ખાણમાફિયાઓ સામે એક્શનમાં; અચારડા પાસે ખનીજ ચોરીનો 37 લાખનો મુદ્દામાલ જપ્ત

31
0

(જી.એન.એસ) તા. 8

સુરેન્દ્રનગર,

ગુજરાત પોલીસ વદન આદેશ બાદ સુરેન્દ્રનગરમાં પોલીસે ખાણમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. બે ખાણ માફિયાઓને જેલમાં મોકલ્યા પછી હવે સુરેન્દ્રનગર પોલીસે એક્શનમાં આવતા ખનીજ ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં અવ્યપ છે. સુરેન્દ્રનગર પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા અચારડા પાસે ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. વઢવાણ મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યુ છે. તેમણે ગેરકાયદેસર રીતે ખનીજ લઈ જતા ડમ્પર ચાલકને પકડી પાડ્યો છે. તેની પાસેથી 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર પોલીસની ખાણ માફિયા સામેની કવાયત પછી હવે મામલતદાર કચેરી પણ હરકતમાં આવી છે અને શકમંદ જગ્યાઓ પર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ એક ડોક્ટર સહિત બેની ધરપકડ કરી, અન્ય બેની શોધખોળ શરૂ
Next articleપોલીસ પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર આશરે 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું