Home ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા...

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી મંજૂરી

19
0

લોકપ્રતિનિધિઓ-સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રી

ધ્રાંગધ્રા-વઢવાણ-મુળી તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદાજળથી ભરાશે

3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન

(જી.એન.એસ),તા.૨૧

સુરેન્દ્રનગર/ગાંધીનગર,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્રણ તાલુકાના 45 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો. મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીશ્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 45 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 417 કરોડને વહીવટી મંજૂરી આપી છે. આ યોજના દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી ત્રણેય તાલુકાના 45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાહનવ્યવહાર વિભાગની વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ.૩૩૭૦.૩૩ કરોડનું બજેટ વિધાનસભા ખાતે સર્વાનુમતે મંજુર
Next articleગાંધીનગરથી પાલનપુર લઇ જવામાં આવી રહેલા બિન-આરોગ્યપ્રદ દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એસ. જી. કોશિયા