Home ગુજરાત સુરેન્દ્રનગર કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

37
0

સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે સરકારી કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી. સંકલનની ભાગ-1ની બેઠકમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સૌરાષ્ટ્ર શાખા નહેરમાં રીપેરીંગ કરવા બાબતે અને પી.જી.વી.સી.એલ દ્વારા સિંગલ ફેજ મીટર કનેક્શન આપવા બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં દસાડા ધારાસભ્ય પી. કે. પરમાર, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના ચરમેન મોહનભાઈ ડોરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેક્ટર ડી.એ.ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field