Home ગુજરાત સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઈ જતાં વિદ્યાર્થીઓને થઈ ઈજા

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઈ જતાં વિદ્યાર્થીઓને થઈ ઈજા

13
0

(જી.એન.એસ)તા.1

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ વસ્તડીને જોડતા ડાયવર્ઝન પર ફસાઈ છે. ભોગાવો નદી ના પાણીમાં સ્કૂલ બસ ફસાઈ છે. સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. વિદ્યાર્થીઓને ડ્રાઇવર બાજુના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ વસ્તડીને જોડતા ડાયવર્ઝન પર ફસાઈ છે. ભોગાવો નદી ના પાણીમાં સ્કૂલ બસ ફસાઈ છે. સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. વિદ્યાર્થીઓને ડ્રાઇવર બાજુના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યા હતા. ભારે વરસાદના લીધે રસ્તા પર ભોગાવો નદીનું પાણી આવ્યું હતું. તેના લીધે સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. સુરેન્દ્રનગરના ડ્રાઇવરે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. વસ્તડી સ્વામિનારાયણ સ્કૂલ ની આ બસ હતી. વિદ્યાર્થીઓને ડ્રાઇવર બાજુના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવરની આ બેદરકારી અનેક સવાલો ઊભા કરે છે. શું તેને ખબર ન હતી કે આટલા બધા વિદ્યાર્થીઓના જીવ પર જોખમ આવી શકે છે. આ વિદ્યાર્થીઓને કંઈ થયું હોત તો જવાબદારી કોની રહેત. બધા એકબીજા પર જવાબદારી ઢોળતા રહેત. આ પ્રકારની ઘટનાઓ ક્યાં સુધી બનતી રહેશે. શાળા ડ્રાઇવર સામે કોઈ પગલાં ભરશે કે કેમ આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ અગાઉ સુરેન્દ્રનગરની વઢવાણ ખાતે ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. નદીમાં ડુબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા દોડધામ મચી જવા પામી હતી. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં અવારનવાર નહાવા પડેલા બાળકોના ડુબી જવાથી અકાળે મોતને ભેટવાની ઘટનાઓ બનતી જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગરની વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. નદીમાં ડુબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા દોડધામ મચી જવા પામી હતી. જ્યારે એક બાળકને આસપાસના લોકોએ જીવના જોખમે બચાવી લઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગોઝારી ઘટનામાં અંદાજે 12 થી 14 વર્ષના ત્રણ બાળકો ભોગાવો નદીમાં રમવા ગયા હતા તે દરમિયાન ડૂબ્યાં હોવાની ચર્ચાઓએ સુરેન્દ્રનગરમાં જોર પકડ્યું છે. જેમાં બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વઢવાણના ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબી ગયા બાદ બે બાળકોના નદીમાં ડૂબી જવાથી અકાળે મોતની ઘટનાની લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ગોઝારી ઘટનાથી મૃતક બાળકોના પરિવારજનોએ ભારે રોકકળ સાથે આક્રંદ શરૂ કરતા વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં બે મહિલાને નોકરી રાખી બોગસ ફુડ સેફટી લાઈસન્સ કાઢી આપતો વકીલ પકડાયો
Next articleઅમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષકએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો