સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.- એમ.બી.વિરજાની સુચનાથી એચ.એસ.જાડેજા પો.સબ.ઇન્સ. સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે. સાથે પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન વઢવાણ મુળચંદ રોડ સંત સવૈયાનાથ ટાઉનશીપ તરફ જવાના રસ્તા પાસે આવતા પો.સ.ઇ.- એચ.એસ.જાડેજા તથા પો.હેડ કોન્સ. અજીતસિંહ નાગજીભાઇ સોલંકીને મળેલી બાતમી અધારે તેમજ સુ.નગર વિશ્વાસ પ્રોજેકટ અને સોર્સથી થોડા દિવસો પહેલા વઢવાણ જી.આઇ.ડી.સી ફેજ નં-4 અલ્ટ્રા પાણીના કારખાના પાસે આવેલા લક્ષ પુઠાના કારખાના પાસેથી મોટર સાયકલ ચોરાયેલુ હોય જે અંગે સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે. આઇ.પી.સી કલમ 379 મુજબનો ગુનો રજી થયેલો હતો.
જે મોટરસાયકલ એક ઇસમે ચોરી કરેલી હોય જે ચોરાયેલા મોટરસાયકલ લઇને એક ઇસમ અહીંથી નિકળનારો છે.તેવી બાતમી આધારે પોલીસ સ્ટાફ વોચમા હતા, તે દરમ્યાન એક ઇસમ નંબર વગરનું કાળા કલરનું શંકાસ્પદ મોટરસાયકલ લઇને નિકળતા મોટરસાયકલ ચાલકને રોકી તેની પાસે રહેલા મોટર સાયકલના આધાર પુરાવો માંગતા મોટર સાયકલના કોઇ કાગળો ના હોય અને ફર્યું ફર્યું બોલતા હોય, તેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ રાહુલભાઇ જયંતીભાઇ મકવાણા ( જાતે-અનુ .જાતી ઉ.વ-28 ધંધો-મજુરી, રહે- ગામ સેજકપર તા-ગુડા જી-સુરેન્દ્રનગર )વાળો હોવાનુ જણાવેલુ હતુ.
મજકુર ઇસમ પાસેથી કાળા કલરનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ એન્જીન-HA10EJDHE12339 તથા ચેચીસ લખેલા જોવામા આવેઅ મો.સા બાબતે ઇ ગુજકોપ એપ્લીકેશનમા સર્ચ કરતા જેનો રજીનું-જીજે-01-એસસી-3291 જોવામા આવેલ જે અંગે પુછપરછ કરતા મો.સા. આજથી થોડા દિવસ પહેલા વઢવાણ જી.આઇ.ડી.સી ફેજ નેજ આ પાણીના કારખાના પાસે આવેલા લક્સ પુઠાના કારખાના પાસેથી ચોરી કરેલી હોવાનુ જણાવતો જેથી આ શખ્સની યુક્તી-પ્રયુક્તિથી વધુ પુછપરછ કરતા મજકુર ઇસમે રાજકોટ તથા લીંબડી તથા અમદાવાદ તથા ગઢડા જુદા જુદા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી રાત્રીના તથા દિવસના સમયે મોટર સાયકલો ચોરી કરી સદરહુ મોટર સાયકલો સંત સવૈયાનાથ ટાઉનશીપથી આગળ મુળચંદ તરફ જવાના રોડ બાજુ આવેલી પડતર જગ્યામાં બાવળની કાંટમા અવાવરૂ જગ્યાએ મોટર સાયકલો સંતાડીને વેચવા માટે રાખેલો હોવાનુ જણાવતા. મજકુર પાસેથી કુલ-6 મો.સા. કબ્જે કરવામા આવ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.