(જી.એન.એસ) તા.૩
સુરેન્દ્રનગર,
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતો “પ્રાકૃતિક કૃષિ” કરવા પ્રેરાય તે માટે મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના વડોદ ગામે કલેકટર શ્રી કે. સી. સંપટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતો “પ્રાકૃતિક કૃષિ” કરવા પ્રેરાય તે માટે મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના વડોદ ગામે કલેકટર શ્રી કે. સી. સંપટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના દ્વારા ખેડૂત કાળુભાઈ પુંજાભાઈ પટેલનાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં “પ્રાકૃતિક કૃષિ” કરતા ખેડૂતોની સંખ્યા વધે અને આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડવા માટે પ્રોત્સાહન મળી રહે તેવા શુભાશય સાથે જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરી પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. આ તકે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલ પણ જોડાયા હતા. “પ્રાકૃતિક કૃષિ” એટલે કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઈકો સિસ્ટમની રચના કરી તે. કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે. ખેડૂતોએ “પ્રાકૃતિક કૃષિ” ખેતી પદ્ધતિ અપનાવી જ પડશે, કારણ કે અત્યારના સમયમાં લોકોને ડાયાબિટીસ બીપી હૃદયની બીમારી સહિતની બીમારીઓ જોવા મળી રહી છે. જેના મૂળ કારણમાં રાસાયણિક ખેતીનો પણ સમાવેશ થાય છે. જેને નાથવા માટે પ્રાકૃતિક કૃષિ જ વિકલ્પ છે. સમગ્ર કુદરતી પ્રક્રિયા ખોરવાઈ જાય છે. જેના કારણે જીવન સૃષ્ટિના સહન કરવું પડે છે. તો તેના ઉપાયરૂપે આપણે સૌએ “પ્રાકૃતિક કૃષિ” તરફ વળવું જરૂરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.