(GNS),05
સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા છે. તેમ છતા સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન યોજાયુ. લીંબડીના નિમ્બાર્ક પીઠ સ્થિત મોટા મંદિર ખાતે આયોજીત સંત સંમેલનમાં રાજ્યભરમાંથી મોટા સંતો હાજર રહ્યા. સંતો દ્વારા 14થી વધારે ઠરાવ પર કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ મહાસંમેલનમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, ઋષિ ભારતી મહારાજ, શેરનાથ બાપુ, દુર્ગા દાસજી, લલિત કિશોરજી, ગંગા દાસજી ઉપસ્થિત રહ્યા.આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવી. અગાઉ 2 સપ્ટેમ્બરના દિવસે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ બેઠક મળી હતી, ત્યાબાદ આજે 5 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્ર નગરના લીમડી ખાતે બેઠક મળી. જેમાં વિવિઘ 14 ઠરાવ રજુ કરવામાં આવ્યાં છે જે નીચે પ્રમાણે છે.
સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહી સર્વોપરી કઈ રીતે તેનો ખૂલાસો માગવો
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતમાં સનાતની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજામાં શાન્તિ ડહોળાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતનધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી સનાતન-ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભકતો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ માનતા હોઈ સ્વામિનારાયણ મંદીરમાં કોઈ પણ જગ્યાએ સનાતનધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતનધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા.
સનાતનધર્મના દેવી-દેવતાઓને જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો હીન પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા,
સનાતનધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામાં લઈ જે તે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા.
સનાતનધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મા છે એવું કહી સનાતનધર્મની લીટી ભુંસી પોતાની લીટી મોટી કરવાના પ્રયાસો ક્યારે ન કરવા.
સનાતનધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબ્જે કરેલી હોય તે જગ્યા ખાલી કરાવી શ્રીસરકારને પરત કરવી અથવા સનાતનધર્મની સંસ્થાને સોંપવી.
સનાતન હિન્દુ દેવી-દેવતાઓ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં.
સ્વામિનારાયણ મંદીર કે મ્યુઝીયમાં ચિત્ર પ્રદર્શની કે વિડીયો ફીલ્મમાં ક્યાંય હિન્દુ સનાતની દેવી-દેવતા (શ્રીરામ, કૃષ્ણ,દેવીમાં,હનુમાનજી, શિવપાર્વતીના)ના અપમાન જનક ચિત્રો કે ફિલ્મ બનાવવી નહીં.
સનાતન દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેના માટે અને સનાતન ધર્મના ઉત્થાન માટે સંતો વતી કાયદાકીય લડત માટે ડો. વસંતભાઈ પટેલને નિમણૂંક કરવામાં આવે.
સનાતન સંપ્રદાયના સાધુ અન્ય કોઈ પણ સંપ્રદાયના સાધુને નીચા ગણ નથી માટે અન્ય કોઈ સંપ્રદાય સનાતન સાધુને નીયા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા ભરાશે.
સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતીની રચના કરવી જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતોની નિમણુંક કરવી.જે સમિતીનો નિર્ણય જ કોઈ પણ બનાવમાં માન્ય ગણવો.
નાથ સંપ્રદાયને લઇને સ્વામિનારાયણ વડતાલના સંતનો જે બફાટ થયો તે વિષયમાં તુરંત પગલા ભરવા
આ બેઠકમાં ગુજરાત ભર માંથી વિવિઘ સાધુ સંતો ઊપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ત્વે જ્યોતિ નાથ બાપુ, દેવદાસ બાપુ, ઋચી ભારતી બાપુ, રામદાસ બાપુ, મધુ દાસ બાપુ આ આ ઉપરાંત જગત ગુરુ શંકરાચાર્ય ઓનલાઇન જોડાયા હતા. સહિત ના અગ્રણી સાધુ હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.