(જી.એન.એસ)તા.૧૯
સુરેન્દ્રનગર,
ગુજરાતમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ હવે નવાઈ પમાડી રહ્યું નથી. સુરેન્દ્રનગરના પાટડીમાં એસએમસીએ ગેરાકાયદેસર ધમધમતા જુગારધામ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. દરોડામાં એસીબીના પીઆઈના ભાઈના ઘરે જુગારધામ ધમી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ગુજરાતમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ હવે નવાઈ પમાડી રહ્યું નથી. સતત વધતા ગુનાઓને રોકવા પોલીસ લોકોની વ્હારે આવતી હોય છે. પરંતુ પોલીસ જ ગુનાઓને વધારવામાં મદદ કરતી હોય કે પછી ગુનાઓ કે ગુનેગારો સામે આંખ આડા કાન કરતી હોય ત્યારે સમાજમાં ગુનાખોરીનું વરવું સ્વરૂપ જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં આવી જ ગેરકાયદેસર પ્રવૃતિ રોકવાને બદલે છાવરવામાં આવી હોય તેમ જાણવા મળતા ગાંધીનગર એસએમસીએ દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા હતા, જેમાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જેમાં ACB (એન્ટિ કરપ્શન બ્યુરો)ના PIના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મોડી રાત્રે પાટડીના વેલનાથનગરમાં જુગારધામ પર દરોડા પાડી કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.