Home ગુજરાત સુરત TPOની અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવતા એસીબી દ્વારા તપાસ શરૂ

સુરત TPOની અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવતા એસીબી દ્વારા તપાસ શરૂ

18
0

ફરી એક સરકારી અધિકારી પાસે વધુ મિલકતનો કિસ્સો સામે આવ્યો

(જી.એન.એસ)તા.13

સુરત,

સુરત ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલાનો છેડો છેક વલસાડ સુધી પહોંચ્યો છે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની અપ્રમાણસર મિલકતો છે. વલસાડ ખાતે જુદી-જુદી જગ્યાઓ પર સંપત્તિ ગોઠવવામાં આવી છે.  સુરત ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલાનો છેડો છેક વલસાડ સુધી પહોંચ્યોછે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની અપ્રમાણસર મિલકતો છે. વલસાડ ખાતે જુદી-જુદી જગ્યાઓ પર સંપત્તિ ગોઠવવામાં આવી છે. વડોદરા અને વલસાડ એસીબીએ આ કિસ્સામાં તપાસ હાથ ધરી છે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની જૂજવા, અબ્રામા, કાજણહરી સહિતના વિસ્તારોમાં સંપત્તિ છે. જલારામનગર ખાતેના રોહાઉસ પર પણ એસીબી ત્રાટકી છે અને તપાસ શરૂ કરી છે. આમ કૈલાસ ભોંયાની સંપત્તિના જેમ-જેમ અંકોડા મેળવતા જાય છે તેમતેમ સંપત્તિની વધુને વધુ વિગતો બહાર આવતી જાય છે. આના પગલે એસીબી પણ ચોંકી ઉઠી છે. એસીબીની આ તપાસ ફક્ત સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર સુધી જ સીમિત રહેવાની નથી. આગામી સમયમાં લગભગ બધા શહેરોના ટીપીઓ સામે આ રીતે એસીબીની તપાસનો ફણગો ફૂટવાના છે. આમ આગામી દિવસોમાં આ તપાસનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જ જવાનું છે. રાજ્યમાં લગભગ પોણા બસો જેટલા ટાઉન છે અને તેના ટીપીઓ છે. તેમા મોટાભાગના ભ્રષ્ટ હોવાનું માનવામાં આવે છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણ અને ચાણસ્મા નજીક એક વેપારીને છરી બતાવીને લૂંટી લેવાયો
Next articleશિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અમદાવાદ જિલ્લાના બે શિક્ષકોનું રાજ્ય કક્ષાએ, ત્રણ શિક્ષકોનું જિલ્લા કક્ષાએ અને બે શિક્ષકોને તાલુકા કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અપાયા