Home ગુજરાત સુરત: PM મોદીને આવકારવા મુદ્દે બેઠક મળી, વીમા યોજના શરૂ કરવા તજવીજ

સુરત: PM મોદીને આવકારવા મુદ્દે બેઠક મળી, વીમા યોજના શરૂ કરવા તજવીજ

401
0

જી.એન.એસ, તા.૧૩ સુરત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17મી એપ્રિલના રોજ કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે સુરત ખાતે 16મી રાત્રે આવી રહ્યા છે. ત્યારે તેઓને આવકારવા માટે તમામ સમાજના લોકો એકજુટ થઇને આવકારવાનો નિર્ણય કર્યો છે. આ માટે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. તેમાં સમાજના આગેવાનોએ એકજુટ થઇને આવકારવા માટે તમામ તૈયારી કરવાની જાહેરાત કરી છે.
શહેર ભાજપ પ્રમુખ નિતીન ભજીયાવાલાની આગેવાનીમાં આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. તેમાં આગામી દિવસોમાં દેશના પ્રધાનમંત્રી સુરત ખાતે આવવાના છે ત્યારે સમાજના આગેવાનો સાથે પણ આ મુદે ચર્ચા કરવામાં આવી હતી.તેમાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે તેઓ પ્રધાનમંત્રીને આવકારવા માટે વિવિધ તૈયારી કરશે. પોતાની મિલકત પર રોશની કરવા ઉપરાંત તેઓ જે રૂટ પરથી પસાર થવાના છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને તેઓનુ ફુલહારથી સ્વાગત કરવા સુધીની તૈયારી બતાવી છે.
મહાનગરપાલિકાના રેકોર્ડ પર નોંધાયેલા મિલકત ધારકો માટે મહાનગરપાલિકાએ ગત નાણાકીય વર્ષમાં અકસ્માત વીમા યોજનાની શરૂઆત કરી હતી. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના પડતી મુકી દેવામાં આવી હતી. પરંતુ આગામી 16 અને 17મી એપ્રિલના રોજ શહેરની મુલાકાતે પ્રધાનમંત્રી આવવાના હોવાથી મહાનગરપાલિકાએ લોકો આ યોજનાનો લાભ મળી રહે તે માટે ફરીથી યોજના શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા 12નો વીમો લેનારનું અકસ્માતમાં મોત થાય તો તેને બે લાખનું વળતર આપવામાં આવે છે. તેના આધાર પર જ મહાનગરપાલિકાના મિલકતધારકોને પણ વીમા યોજના આપવા માટેની જોગવાઇ વર્ષ 2015-16ના બજેટમાં કરી હતી. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં મિલકતધારકોને અકસ્માત વીમો પોતાના ખર્ચે આપનાર પહેલી મહાનગરપાલિકા સુરત બનીને રહેવાની છે. તેમાં મહાનગરપાલિકા એક વ્યક્તિ દીઠ 6.90 રૂપિયાનો ખર્ચ કરીને 12.50 લાખ મિલકત ધારકોનો અકસ્માત વીમો ઉતારવાની છે. તેના કારણે મહાનગરપાલિકાએ 82 લાખથી વધુનો ખર્ચ ઉઠાવવો પડયો હતો. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાને પડતી મુકી દેવામાં આવી હતી. તેના બદલે એડવાન્સ વેરો ભરપાઇ કરનારને બે બે કચરાપેટી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આગામી 16 અને 17મી એપ્રિલે સુરત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવનાર છે. ત્યારે શહેરીજનોને અકસ્માત વીમા યોજના ફરીથી શરૂ કરીને લોકોને લાભ આપવા માટેની વિચારણા શાસકોએ શરૂ કરી છે.
કિરણ હોસ્પીટલ પર ઉદ્દઘાટન કરવા જાય ત્યારે સરકીટ હાઉસ, ચોપાટી બસ સ્ટેન્ડ, અઠવાગેટ, આરટીઓ, દયાળજી આશ્રમ, હિરા મોદીની શેરી, આંબેડકર પ્રતિમા, કુંતી સર્કલ, રામબાગ કતારગામ, કતારગામ જૂની ઝોન ઓફીસ, માનવધર્મ આશ્રમ, કતારગામ આશ્રમના રૂટ પર કાર્યકર્તાઓ સ્વાગત કરશે. કિરણ હોસ્પીટલથી રિટર્ન ફરતી વેળા આંબેડકર પ્રતિમાં સુધીના રૂટ યથાવત રહેશે આ ઉપરાંત રીંગરોડ સબજેલ, સીવીલ હોસ્પિટલ, ગાંધી કોલેજ, વનિતા વિશ્રામ, અઠવા સર્કલ, ક્લાસીક હોટલ, સીટી સીવિક સેન્ટર, કોર્ટની સામે,વી.ટી. ચોકસી કોલેજ, રાધે નગર, એસવીએનઆઈટી, કારગીલ ચોક, આશીર્વાદ બંગલો,રાજહંસ સિનેમા, રાહુલરાજ મોલ, સેન્ટ્રલ મોલ, વાય જંકશન, ઓનજીસી ફ્લાય ઓવરની નીચેથી ભાટપોર, ઈચ્છાપોર સુધીના સ્વાગત પોઈન્ટ પર સ્વાગત કરાશે. ઈચ્છાપોરથી ભાટપોર, ઓએનજીસી મગદલ્લા , ગવિયર થઈ એરપોર્ટ પહોચશે.
આગામી 16મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર આ માટે છેલ્લા 15 દિવસથી તૈયારીમાં વ્યસ્ત થઈ ગયુ છે. દરમિયાન આજરોજ મુખ્યમંત્રી વિજય રુપાણીએ જીલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા આગમન પહેલા તૈયારીઓ બાબતે સમીક્ષા કરી હતી. તંત્ર તેમના સ્વાગત માટે અને સુરક્ષા માટેની તૈયારીઓમાં લાગી ગયુ છે. ત્યારે તેમની તૈયારીઓમાં કોઈ કમી ન રહી જાય તે માટે કલેક્ટ્રેટ વિભાગ, પોલીસ વિભાગ સમેત સરકારી તંત્રમાં પ્રતિદિન સમીક્ષા થતી રહે છે. દરમિયાન આજે પીએમ ના આગમન પહેલા તૈયારીઓ અંગેની સમીક્ષા કરવા મુખ્યમંત્રી સાથે વીડીયો કોન્ફરેન્સ યોજાઈ હતા. જેમાં સુરત કલેક્ટર, પોલીસ કમિશનર, જીલ્લા વિકાસ અધિકારી સમેતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આગામી 16મી તારીખે શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેમના આગમન પહેલા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તેમના કાર્યક્રમ માટે સુરતથી બારડોલી જવા માટે 200 જેટલી બસોની ફાળવણી આરટીઓ દ્વારા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આગામી 16મી તારીખે રાત્રિએ સુરતમાં રોકાન કરવાના છે. ત્યારે તંત્ર એલર્ટ થઈને તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયુ છે. બારડોલી બાજીપુરા ખાતે સુમુલ ડેરીનું ઉદઘાટન કરવાની સાથે સભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે બાજીપુરા ખાતે મોકલવા માટે 200 જેટલી બસો મોકલવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field