(જી.એન.એસ) તા. 18
સુરત,
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક સાથે 41 પોલીસ ઇન્સ્પેકટરની બદલીના ઓર્ડર કર્યા છે. એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો, ત્યાર બાદ એક પણ પોલીસ સ્ટેશનમાં તેમણે બદલીનો દોર ચલાવ્યો ન હતો, જોકે એ સમયગાળા દરમિયાન ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ હતી અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ સૌ કોઈને અપેક્ષા હતી કે સુરત શહેરમાં મોટા પાયે ઉલટ ફેર એટલે કે બદલીઓ આવશે. ત્યારે એકસાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. તેમાં ધ્યાનમાં આવે તેવી બદલી એ છે કે સુરત એસોજીના પીઆઇ અશોક ગોહિલની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સલાબતપુરા ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ફર્સ્ટ અને સેકન્ડ પીઆઇ બદલાયા છે.
રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ સોનાની એસ.ઓ.જી પીઆઈ તરીકે નિમણૂક કરી છે. અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ એચ બી પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક કરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ સી એસ ધોકાડવાની ટ્રાફિક શાખામાં બદલી કરી દીધી છે. સરથાણા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ કે એ ચાવડા ની ટ્રાફિક શાખામાં બદલી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ ડી ડી ચૌહાણ નીટ્રાફિક શાખામાં બદલી કરી છે. ઉતરાણ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ ડી મહંતની આઈયુસીએડબલ્યુમાં બદલી કરી છે.
મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે બી ચૌધરીની એરપોર્ટ ઈમીગ્રેશનમાં બદલી
ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે સી જાદવની સેકન્ડ પીઆઈ પુણા પોલીસ સ્ટેશન તરીકે બદલી
ટ્રાફિકના પી આઈ મીનાબા ઝાલાની સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે બદલી
અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ જે બી વનારની સિનિયર પીઆઇ અમરોલી પોલીસ સ્ટેશનમાં બદલી
ભેસ્તાન પોલીસ સ્ટેશનના એચએમ ગઢવીની પાંડેસરા પીઆઇ તરીકે બદલી
જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પી ડી પરમારની કંટ્રોલ રૂમમાં બદલી
જ્યારે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી એસ પટેલની ટ્રાફિક શાખામાં બદલી
સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ આર આર દેસાઈની સાઇબર ક્રાઇમમાં બદલી
જ્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી
જ્યારે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ડામોરની ટ્રાફિક શાખામાં બદલી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.