(જી.એન.એસ) તા૨૮
સુરત,
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કેસમાં 50 ટકા જગ્યા બઢતીથી ભરવાની દરખાસ્ત કરાઈ હતી. ત્યારે સરકાર મંજૂરી આપશે તે અપેક્ષાએ કોર્પોરેશને સ્વયં બઢતી આપતા વિવાદ થયો છે. કર્મીઓના બઢતીના ઓર્ડર રદ થઈ શકે છે તેમ કોર્પોરેશનમાં ચર્ચાનું જોર જોવા મળ્યું છે. સુરત શહેર કોપોર્રેશનમાં સરકારની મંજૂરી વગર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર વર્ગ 1 માટે વિધિવત્ 50 ટકા બેઠકો એટલે 2 બેઠકો સરકાર ભરતી કરશે એ આશાએ જાતે બે અધિકારીઓની બઢતી કરી દેતા હવે બઢતી રદ થશે તેમ જણાઈ રહ્યું છે. એસ.બી. ધોબી અને જગદીશ પટેલને સરકારની મંજૂરી વગર Dy. CFO પણ બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે. વિવાદને લઈ હવે તમામ 4 જગ્યાઓ સીધી ભરતીથી કરવાનો સરકારે એસએમસીને આદેશ આપ્યો છે. જ્યારે અન્ય 50 ટકા બેઠક માટે મંગાલેલી અરજીઓમાંથી 1ની નિમણૂક કરવામાં આવી છે. સુરતમાં મનપાની ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની શૈક્ષણિક, અનુભવની લાયકાત ઉપરાંત બઢતીના વર્તમાન નિયમમાં સુધારો કરવાની દરખાસ્ત સરકારે નકારી કાઢી છે. મનપા અત્યારે સરકાર સાથે ઠરાવ અને પરામર્શ બાબતે સ્પષ્ટતા કરવા અંગે પ્રયત્નો કરી રહી છે. સરકારે સુચવેલ શૈક્ષણિક લાયકાત મુજબ ભરતીની તાકીદ કરી છે. જો ભરતી અંગેનો ઠરાવ બાબતે કોઈ સુધારો ન કરાય તો બંને બઢતી ગૂચમાં રહેશે તેમ હાલ જણાઈ રહ્યું છે. બઢતીનો ઓર્ડર રદ્દ કરવાની નોબત પણ SMCને આવી શકે છે. પ્રમોશન પામેલા તમામ કર્મીઓની બઢતીના ઓર્ડર રદ થઇ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.