Home ગુજરાત સુરત મહાનગર પાલિકા હવે મચ્છરોને શોધવા ડ્રોનનો ઉપયોગ કરશે

સુરત મહાનગર પાલિકા હવે મચ્છરોને શોધવા ડ્રોનનો ઉપયોગ કરશે

16
0

(જી.એન.એસ) તા. 28

સુરત,

શહેરમાં ચોમાસું આવતા પહેલા અને બાદમાં વરસાદ ના કારણે મોટાભાગની બીમારી મચ્છરોના કારણે ફેલાય છે. આથી મચ્છરોથી ફેલાતી બીમારી અટકાવવા પ્રથમ વખત સુરત મહાનગર પાલિકા દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હવેથી શહેરમાં ડ્રોનનો ઉપયોગ લોકોને પકડવા અથવા ફોટો લેવા ઉપરાંત મચ્છરો માટે પણ કરવામાં આવશે. ડ્રોન દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધી નાશ કરાશે. ખાસ કરીને એવી જગ્યાઓ જ્યાં માણસો માટે જવું મુશ્કેલ હોય ત્યાં ડ્રોન દ્વારા મચ્છરો શોધાશે. ધાબા, ખાડીઓ પર ડ્રોન ઉડાવીને સ્પોટ શોધશે. તેના બાદ ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને સ્પોટનો નાશ કરાશે. મચ્છરો શોધવા 50 લાખના ખર્ચે હાઈડેફિનેશન કેમેરા વસાવશે. તેમજ ડ્રોનના ઉપયોગમાં વપરાતા તમામ પ્રકારના સાધનો પણ વસાવાશે. નોંધનીય છે કે ડ્રોનનો ઉપયોગ મહાનગર પાલિકા દ્વારા શહેર ને વધુ સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે થઈ રહ્યો છે તે ખૂબ સારી વાત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીના એરપોર્ટની દુર્ઘટના પછી GMR ઇન્ફ્રાના શેરમાં ઘટાડો નોંધાયો
Next articleમુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ