વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારને 5,000 રુપિયાનો દંડ ફટકાર્યો
(જી.એન.એસ),તા.૦૬
સુરત,
સુરત માં રસ્તા પર જાહેરમાં ગમે ત્યાં કચરો નાંખનારા લોકો હવે ચેતી જજો કારણ કે મહાનગરપાલિકા હવે કોઇને પણ છોડવાની નથી. સુરત મહાનગરપાલિકાએ જાહેરમાં રસ્તા પર વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાને દંડ ફટકાર્યો છે. આ વ્યક્તિને 5 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.જાહેરમાં કચરો ફેંકનારા તત્વો સામે હવે વિવિધ સ્થળોએ આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણને નુકશાન ના થાય તે માટે પ્રશાસન વિવિધ પગલાં ભરી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખો દંડ ફટકારવામાં આવ્યો છે. આપણે અવાર નવાર જોઇએ છે કે રસ્તા પર નીકળતા વરઘોડામાં કે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવે છે અને ફટાકડાનો કચરો રસ્તા પર જ રહે છે. તેને સાફ કરવાની તસ્દી લેવાતી નથી. આ કચરો ઉડીને આસપાસ પણ ફરતો રહે છે.
હવે સુરત મહાનગરપાલિકા આ અંગે એક્શનમાં આવી છે. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા 5,000 રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જે વ્યક્તિ નો વરઘોડો હતો તેમને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વ્યક્તિને આની પાવતી પણ આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ કહ્યું કે પર્યાવરણ અને સ્વચ્છતાના મુદ્દે પાલિકા દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા 250 ઇ-બસોનો સમાવેશ કરાયો છે અને આગામી માર્ચ સુધીમાં 275 બસો અને 2025 સુધીમાં 1100 બસો કાર્યરત કરવાનું આયોજન કરાયું છે. પાલિકાએ કહ્યું કે ગાર્બેજ કલેક્શન માટે પણ ઇલેકટ્રીકલ વ્હિકલ છે તેમાં માર્ચ સુધીમાં 350 સુધી ઇ-વ્હિકલ લવાશે. આ સિવાય જે શહેરીજનો ઇ-વ્હીકીલ ખરીદશે તેમને ટેક્સમાં રાહત અપાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.