Home ગુજરાત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હતા ત્યારે જાગૃત...

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હતા ત્યારે જાગૃત નાગરિક ત્યાં પહોંચતા નાસભાગ

25
0

(જી.એન.એસ) તા. 21

સુરત,

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ મહેફિલ માણતાં એક જાગૃત નાગરિકના હાથે કેમેરામાં કેદ થયા હતા, શહેરના કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હતા ત્યારે જ એક જાગૃત નાગરિકે  તેનો વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, તરણકુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા. જેને પગલે  તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ આરંભી છે તેવું જણાવ્યું હતું.

 સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે તેણે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી. તરણકુંડના અધિકારી અને કર્મચારીઓ તરણકુંડની અંદર ઓફિસમાં બેસીને દારૂની મેહફિલ માંડી રહ્યા હતા અને સાથે ટી20 વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિક પહોંચીને તેમને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અધિકારીઓ અચાનક જ જાગૃત નાગરિકને વીડિયો બનાવતા જોઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. વીડિયોમાં જાગૃત નાગરિકે દારૂની પાર્ટી સાથે નોન વેજ. પણ હોવાનો આક્ષેપ કર્યો છે.

દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. જો કે, પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, દારૂની મહેફિલ કરી રહેલા અધિકારીઓ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે.

આ સમગ્ર મામલે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું કે, મારા પર સાંજે 8:22 વાગ્યે ફોન આવ્યો કે, નરેન્દ્રભાઈ તમે અહીં આવો, અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે. જેથી તાત્કાલિક હું ઘટનાસ્થળે પહોંચ્યો જ્યાં જોયું તો બે લોકો ગેટ ઉપરથી કૂદી રહ્યા હતા. વીડિયોમાં બધા આવી ગયા છે. મને જાણ થતાં 100 નંબર પર ફોન કર્યો હતો. આથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હું મારા ગામ જવા માટે નીકળી ગયો છું.

અધિકારીઓ દારૂની પાર્ટી સાથે ટી-20 વર્લ્ડ કપની મેચ પણ જોઈ રહ્યા હતા એટલું જ નહી એક અધિકારી તો તરણકુંડની ઓફિસમાં અર્ધનગ્ન હાલતમાં જોવા મળ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદમાં યોગનો અભ્યાસ કર્યો
Next articleકુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે; એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ