(જી.એન.એસ) તા. 19
સુરત,
શહેરમાં ટ્રાફિક નિયમનની સુયોગ્ય અમલવારી કરાવવા સારું અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે.તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે. આ સાથે આવનારા દિવસોમાં મોબાઈલ પર વાત કરતા કરતા વાહન ચલાવવું , ઓવર સ્પીડમાં વાહન ચલાવશે તો પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીય ખાતે ટ્રાફિક નું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઈડ જતાં લોકો ઉપર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યું છે અને આજથી સુરત પોલીસ દ્વારા રોંગ સાઈડ ઉપર ચલાવતા વાહનો ઉપર સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઈડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરશે. જોકે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઈડ માં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે તેવી વાત કરી રહી છે.
આ બાબતને લઈને સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં સમગ્ર સુરત શહેરમાં અમારી 80થી વધારે ટીમો કામે લાગી છે. એમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવતા હોય તેઓને સાવચેત કરવામાં આવે છે કે, તેઓને અપીલ કરવા આવે છે કે, તમે રોગ સાઈડમાં વાહન ચલાવીને પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મુકો છે…અકસ્માત થતા જીવ ગુમાવવાનો વારો આવે છે…તેમ છતાં જો કોઈ વાહન ચાલક વારંવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે છે તો તેમના વિરુદ્ધમાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સુરત ટ્રાફિક વિભાગ આરટીઓ વિભાગ સાથે રહીને કરી રહી છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં કુલ 170 જેટલાં વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત તેમનું લાયસન્સ રદ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
આસાથે આગામી દિવસોમાં રોંગ સાઈડ ની સાથે જે લોકો ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા હોય તેવા લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. આ સાથે ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ હશે. એટલે રોંગ સાઈડમાં, ફોન ઉપર વાત કરતા, અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા એમ કુલ ત્રણ સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણે ડ્રાઇવ વાહન ચાલકો માટે જોખમકારક, ભયજનક અને અકસ્માત માટે જવાબદાર હોય છે જેથી આવા ત્રણે સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.