પતિ,પત્ની અને વોના ઝઘડાઓ અવારનવાર થતાં હોય છે. ત્યારે ઘરમાં થતાં આવા ઝઘડાઓની જગ્યાએ સુરત પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓ બથંબથી કરવા લાગી હતી. જો કે, પોલીસે સમગ્ર મામલો સંભાળી લઈને બન્નેને શાંત કરવા પ્રયત્ન કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ બન્ને મહિલાઓ પતિ પલાયન થતા આવી છે. પતિ બન્નેના ત્રાસના કારણે પતિ નાસી ગયો હોવાથી બન્ને પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા માટે પહોંચી હતી. જો કે, પોલીસ કમિશનર કચેરીના પટાંગણમાં જ બન્ને મહિલાઓ વચ્ચે કોઈ મુદ્દે ચડસાચડસી થઈ હતી. વાત બન્ને વચ્ચે એટલી હદ્દે વધી ગઈ કે, મામલો મારામારી પર અને એકબીજા પર પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો.
જેથી પોલીસે પગલાં લેવાની ફરજ પડી હતી. પોલીસ કમિશનર કચેરીમાં જાહેરમાં ઝઘડો કરનાર બન્ને મહિલાઓએ સ્થળ પર પોલીસને કંઈ ભળતી વિગતો આપી અને અરજી લખતી વખતે કંઈ બીજી જ વિગત આપી હતી. જેમાં ઝઘડાનું કારણ કંઈક અલગ અલગ બતાવી રહી છે. એક મહિલાએ કહ્યું કે, મારા પતિને કેમ ફોન કરે છે. તેને કેમ ફસાવ્યો છે. એવું કહ્યું એટલે ઝઘડો કર્યો હતો. જ્યારે બીજીએ કહ્યું કે, મારો પતિ ગૂમ હોવાથી હું અહિં આવી હતી. હાજર પોલીસના જવાનોએ કહ્યું કે, બન્ને મહિલાઓ છેલ્લા બે દિવસથી આવતી હતી. જેમાં આજે બન્નેએ ઝઘડો કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં અને ત્યારબાદ પોલીસ કમિશનર ઓફિસ જવાના મુખ્ય દ્વાર પાસે જ બે મહિલાઓ જાહેરમાં બાખડી પડી હતી. બન્ને મહિલાઓએ સામ સામે પહેલા પથ્થર માર્યા હતા. ત્યારબાદ છૂટા હાથની મારા મારી કરવા માંડી હતી. બન્ને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીમાં જવાના મુખ્ય માર્ગ પર જ મારામારી કરવા માંડી હતી. મહિલાઓ જાહેરમાં છૂટા હાથની મારામારી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરીમાં પોલીસની હાજરીમાં જ બન્ને મહિલા છૂટા હાથની મારામારી કરી બાખડી રહી હતી.
કચેરીના કમ્પાઉન્ડમાં મહિલા કોન્સ્ટેબલ ન હોવાથી પોલીસ કાંઈ કરી શકી ન હતી. આ બંને મહિલા અંગે ઉમરા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જેને લઇ ઉમરા પોલીસ મથકમાંથી મહિલા કોન્સ્ટેબલ આવી આ બંને મહિલાને ડિટેઇન કરી લઈ ગઈ હતી. બાદમાં બન્ને મહિલાઓની પૂછપરછ હાથ ધરી હતી. અચાનક જ બન્ને મહિલા જાહેરમાં ઝઘડવા માંડી હતી.
પહેલા બન્ને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં એકબીજા પર પથ્થરમારો કરી બાખડી હતી. ત્યારબાદ ઝઘડો કરતા કરતા આ બન્ને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીની ઓફિસ જવાના મુખ્ય માર્ગની બહાર જ છૂટા હાથની મારામારી કરવા માંડી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.