Home ગુજરાત સુરત પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો

સુરત પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો

38
0

સુરત શહેરમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું 

(જી.એન.એસ)તા.30

સુરત,

શહેરના અમરોલીથી ઉતરાણ બ્રિજ તરફ આવતા આ યુવક ડ્રગ્સ સાથે પકડાયો છે. પોલીસે આરોપી ડ્રગ્સ પેડલર આસીફ મજીદ શાની ધરપકડ કરી છે. તેની તપાસ કરતા પોલીસને 15.75 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે.

આ મામલે સુરત પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો છે. આ સાથે જ પોલીસે અમરોલી આવાસના જાકીરને પણ વોન્ડેટ જાહેર કર્યો છે. કાપોદ્રા પોલીસે ડ્રગ્સ પેડલરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને યુવાધન ખોટી લત કે નશાના માર્ગે ના વળે તે માટે શહેરમાં કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. અત્યાર સુધી પોલીસે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે અને ઘણા આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field