(જી.એન.એસ) તા. 31
સુરત,
સુરત શહેરમાં પોલીસ દ્વારા નાર્કોટીક્સ ડ્રગ્સના કોઈપણ જાતના ઉપયોગને ડામવા માટે “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી છે. ઉધના પોલીસે એનડીપીએસ ગુનાના બે આરોપીઓને ઝડપી પાડી ગેરકાયદેસર કોનેકસ – ટી નામની 240 સીરપ જપ્ત કરી છે
ઉધના પોલીસના સર્વલેન્સની ટિમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર સામે જાહેર રોડ પર બે ઇસમો નશામાં ઉપયોગમાં લેવાતી ગેરકાયદેસર કોનેકસ – ટી નામની સીરપ લઇ પસાર થવાના છે.જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને સચીન શંભુલાલ ખત્રી, રૂષિકેશ આધારભાઈ મુટેકર ને ઝડપી પડ્યો હતો. જો કે પકડાયેલા આરોપીઓ પાસેથી નશો કરવામા ઉપયોગમા લેવાઈ રહેલી (કોનેકસ – ટી) સીરપની 240 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજ 36,000 થાય છે સાથે આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-૦૨ તથા રોકડા રૂપિયા 21,900/- તથા મોપેડ ગાડી સાથે કુલ્લે રૂપીયા 1,87,900/-ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું હતું, .સીરપનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હતો, આ સીરપનો ઉપયોગ નશાના આદિનોને આર્થિક લાભ માટે આપવામાં આવતું હતું, ઘટના ના પગલે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી સીરપનું વેચાણ કોને કરતા ક્યાંથી લાવતા તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.