Home ગુજરાત સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે કોગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં...

સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે કોગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું

50
0

સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે કોગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ ગાયના મામલે માલધારી સમાજને સમર્થન આપવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ શરૂ થતાની સાથે જ કામરેજ પોલીસ પહોંચી હતી અને કોંગી કાર્યકરોની અટક કરવામાં આવી હતી. રખડતા ઢોરોને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈ માલધારી સમાજમાં રોષનો માહોલ જાેવા મળ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજ આ મામલે લડત લડી રહ્યું છે. ત્યારે તેઓની લડતમાં સમર્થન આપતા કામરેજ તાલુકા કોગ્રેસ સમિતિ આગળ આવી હતી. સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવાન ભોકળવાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૌચરની જમીન ખાલી કરોના નારા સાથે ધરણા પ્રદર્શન શરૂ કરાતા જ કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને કોગ્રેસ પ્રમુખ સહીત કાર્યકરોની અટક કરવામાં આવી હતી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછોટા ઉદેપુરમાં ગુલાબ પેનલના શિક્ષકો દ્વારા ફોર્મ રદ થવાના મામલે ન્યાય મેળવવા કલેકટરને આવેદન
Next articleજૂનાગઢ જિલ્લાના કેશોદમાં પાઠક સ્કૂલમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી