Home ગુજરાત “સુરત ખાતેથી રુ. ૬૯ લાખનુ ૨૫ ટન  ભેળસેળયુક્ત ઘી પકડી પાડતું ખોરાક...

“સુરત ખાતેથી રુ. ૬૯ લાખનુ ૨૫ ટન  ભેળસેળયુક્ત ઘી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર”

2
0

(જી.એન.એસ) તા.૧૧

સુરત,

સ્થળ પર ભેળસેળયુકત ઘી નો ૭.૪ ટન જથ્થો તથા એડલ્ટ્રન્ટ (વેજ ફેટ, ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘી ના એસેન્સ) નો અંદાજીત ૧૭.૫ ટન એમ કુલ ૨૫ ટન જથ્થો જપ્ત કરી ૦૫ નમુના લેવામાં આવ્યા.   ઓલપાડ, સુરત ખાતેથી મે. વીર મિલ્ક પ્રોડક્ટસ અને મે. શ્રી. આર. કે એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળયુકત અને બનાવટી ઘી બનાવવાનુ કોભાંડ પકડાયુ. શુધ્ધ ઘીના નામે  વેચાતા ભેળસેળયુક્ત  શુભ બ્રાન્ડ ગાય ના ઘી નો જથ્થો પકડાયો.    ખોરાક અને અને ઔષધ નિયમન તંત્ર, સુરત કચેરી દ્વારા મે. વીર મિલ્ક પ્રોડક્ટસ અને મે. આઈ કે એન્ટરપ્રાઇઝ ખાતેથી કૂલ ૫ નમુના લઈ રુ. ૬૯ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.     આ સાથે સ્થળ પર સામ-સામે આવેલ બન્ને પેઢી માં ઘી ની બનાવટમાં ઘી ના એસેન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળેલ છે જેથી સ્થળ પર જ ૨૫  નો જથ્થો કે જેની અંદાજીત કિંમત રુ. ૬૯ લાખ થવા જાય છે તે જપ્ત કરવામાં આવેલ છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનરશ્રી ડૉ. એચ. જી. કોશિયા.  કમિશનરશ્રી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.   ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરત દ્વારા  માસ્મા, મુકામે  ઓલપાડ, સુરતમાં તા: ૧૧-૦૧-૨૦૨૫ નાં રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી  શ્રી વીર મિલ્ક પ્રોડક્ટસ, ૧૦૮ હની ઈન્ડસ્ટ્રીઝ, માસ્મા, તા. ઓલપાડ, જી. સુરત ખાતે કુલ ૩ નમુનાઓ તથા આશરે ૫૦૦૦ કીલોગ્રામ ગાયનુ ઘી, ૨૪૦૦ કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનુ ઘી તથા ૧૪૦ કિલોગ્રામ  જેટલો ઘીના એસેન્સનો જથ્થો સીઝ કરવામાં આવેલ.         આ સાથે ઉપરોક્ત પેઢી ના સામે આવેલ પેઢી શ્રી. આર. કે એન્ટરપ્રાઈઝ૧૬૩ હની ઈન્ડસ્ટ્રીઝ, માસ્મા, તા. ઓલપાડ, જી. સુરત ખાતેથી કુલ ૦૨ નમુના લેવામાં આવેલ છે, ૧૦૨૦૦ કિલોગ્રામ જેટલો  વેજ ફેટ અને ૭૦૦૦ કિલોગ્રામ જેટલો ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ નો જથ્થો સીઝ કરવામાં આવેલ.     શ્રી. આર. કે એન્ટરપ્રાઈઝ  અને શ્રી વીર મિલ્ક પ્રોડક્ટસ પેઢી એકબીજા સાથે સંકળાયેલ છે તથા શ્રી. આર. કે એન્ટરપ્રાઈઝ ના માલીક શ્રી રાકેશ ઈશ્વરભાઈ ભરતીયા બન્ને ભાઈ છે તેવુ શ્રી વીર મિલ્ક પ્રોડક્ટસ ના માલીક  શ્રી ભુપેશ ઈશ્વરભાઈ ભરતીયા એ કબુલ્યુ હતું.     આ સાથે વેજ ફેટમલેશીયાથી આયાત કરી ને લાવવામાં આવતા ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘી ના એસેન્સ  નો  ઉપયોગ કરી બનાવટી ઘી બનાવવાની મોડ્સ ઓપરેન્ડી ચાલતી હોવાની જણાઈ આવેલ, તથા  લેબોરેટરી ટેસ્ટીંગમાં  ભેળસેળ પકડાય નહિ તે માટે આ કેમીકલ નો ઉપયોગ કરતા હોવાનુ જણાઈ આવેલ છે.      કમિશનરશ્રી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.    ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા  તા: ૧૧-૦૧-૨૦૨૫ ના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ  ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.     આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર (પોલીસ વિભાગ)  ધ્વારા થનાર સયુંકત રેડથી ભેળસેળયુક્ત ઘી બનાવી જાહેર જનતાને ઘી તરીકે વેચાણ થતુ અટકાવવામાં સફળતા મળેલ છે.       આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field