(જી.એન.એસ) તા. 3
સુરત,
શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં નિયમિતપણે ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે પોલીસ નો કાફલો આવતા જોઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા આ ઈસમ પાસેથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે. આ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઈલ અને 1200 રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા. આમ પોલીસે આ ઈસમ પાસેથી 20,45,400નો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.