Home ગુજરાત સુરત ક્રાઈમ બ્રાન્ચે પાઇપલાઇનને પંચર કરી ઓઇલ ચોરી કરનારને કોલકત્તાથી ઝડપી લીધો

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાઇપલાઇનને પંચર કરી ઓઇલ ચોરી કરનારને કોલકત્તાથી ઝડપી લીધો

34
0

દેશના અલગ અલગ રાજ્યોમાં ચોરીનો ઓઇલ વેચનારને પકડવામાં મોટી સફળતા મળી છે. આંતર રાજ્ય ઓઇલ ચોરીનું મોટું કૌભાંડ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અલગ અલગ રાજ્યોમાં ઓઇલની લાઈનમાં પંચર કરીને ઓઇલ ચોરી કરીને વેચવામાં આવતું હતું. પોલીસે ઓઇલની ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સંદીપ ગુપ્તા નામના આરોપીને બાંતમીના આધારે કોલકત્તાથી ઝડપી પાડ્યો છે. ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કલકતાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી અગાઉ રાજસ્થાનમાં અલવાર, ચીતોગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના ત્રણ પંચર, ગજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચીમ બંગાળના કોલકતા, વર્ધમાનનગર વગેરે ગુનાઓમાં પકડાયો છે.અને અંદાજીત 400 કરોડની ઓઈલ ચોરીમાં તે પકડાયો છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 2006, 2007થી ઓઈલ ચોરીના ગુનામાં સામેલ થયેલ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં માણસો દ્વારા ઓઈલ ચોરી કરાવવામાં માહેર છે. અને તેની ગેંગના સભ્યો 2006-07 થી 2021-22 સુધીમાં તેની ગેંગમાં અનેક સામેલ છે.

સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજ્સીટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસમાં વચગાળાના જામીન લઇ છ માસથી ફરાર થઇ ગયો હતો. સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો જીનેશ ગુજ્જર ઉર્ફે ફૌજી વિગેરેની મદદથી યુઝડ ઓઈલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સીન્ડીકેટ બની જતા પાઈપ લાઈનમાં ચોરી કરવાનું શરુ કર્યું હતું. ચોરી કરેલા ઓઈલ રોડ બનાવવામાં ઈટોના ભઠ્ઠામાં બોઈલરમાં તથા ઘણી ફેકટરીમાં વપરાય છે તેવી જગ્યાએ વેચાણ કરાવતો હતો.

પોલીસે તેની મોડેસ ઓપરેન્ડી વિષે જણાવ્યું હતું કે તે ઓઈલ કંપનીની પાઈપ લાઈન જતી હોય ત્યાં 1થી 2 કી.મી.ના અંતરે બંધ ફેક્ટરી અથવા શેડ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઈપ લાઈનમાં પંચર કરી 1થી 2 કિમી લંબાવી ભાડે લીધેલા ફેક્ટરી અથવા શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઇ જાય છે. કન્ટેનરમાં ઓઈલ ભરવામાં પોલીસ શક ન કરે તે માટે એક રાત્રીના સમય ટેન્કર ભરવામાં આવતા હતા.

પોલીસે 3 થી 4 કન્ટેનર જેની એકની અંદાજીત કિંમત 40 થી 50 લાખ થાય તે અલગ અલગ પોલીસ મથકમાં કબજે કરવામાં આવ્યા છે. સંદીપ ગુપ્તા અને બીજા રાજસ્થાન, યુપી, ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઈલ માફિયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાઈ કરી છે. આ ઉપરાંત હાલમાં રાજ્સ્થાન, માઉન્ટ આબુ ખાતે તથા કલકત્તા વર્ધમાન નગર આસપાસ ઓઈલ ચોરી કરવાના પ્લાનમાં હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલીમખેડામાં સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ ગુજાર્યુ
Next articleગાંધીનગરની પરિણીતાએ લગ્ન જીવનમાં પુનઃ ભંગાણ સર્જાતા પોલીસ મથકના શરણે જઈને પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ