સુરત એરપોર્ટ પર મોકડ્રિલનું આયોજન કરાયું હતું. જેમાં ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે રન વે પર જો ફ્લાઈટ ક્રેશ થાય અને ફ્લાઈટમાં આગ લાગ્યા પછીના જે તાત્કાલિક પગલા લેવા જોઈએ એ બાબતની મોકડ્રિલ યોજવામાં આવી હતી. બે દિવસ પહેલા નેપાળમાં બનેલી ઘટનાને લઇને સ્થાનિક સ્ટાફ કેવી રીતે કામ કરે છે.તાત્કાલિક પગલાં લેવા જોઈએ એ બાબતની મોકડ્રીલ યોજાઈ હતી. નેપાળમાં બનેલી વિમાન દુર્ઘટના પછી ભારતના સંવેદનશીલ ભૂતકાળ ધરાવતા એરપોર્ટ ઉપર મોકડ્રિલ યોજાઇ રહી છે.
ત્યારે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ક્રેશ થયા પછીના રેસ્ક્યુ ઓપરેશનની મોકડ્રિલ યોજાઇ હતી આ મોકડ્રિલમાં એરપોર્ટ પરિસરમાં 40 પેસેન્જરને લઈ આવેલું એરક્રાફ્ટ ટેક ઓફ થતી વખતે ક્રેશ થયું હતું. એરપોર્ટ ઓથોરિટી તાત્કાલિક ઇમર્જન્સી જાહેર કરી એરપોર્ટ ઉપર હાજર સીઆઈએસએફ, એરપોર્ટ અને એરલાઇન્સનો ગ્રાઉન્ડ સ્ટાફ, ફાયર અને એમ્બ્યુલન્સ વિભાગે ભેગા મળીને ઇજાગ્રસ્ત પેસેન્જરને આગની ઘટનાથી બહાર કાઢી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સુરત એરપોર્ટથી ટેક ઓફ થઈ રહેલી એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે રન વે પાસે જ જો ક્રેશ થાય અને ફ્લાઈટમાં આગ લાગ્યા પછી ના જે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. એ બાબતની મોકડ્રિલ યોજાઈ હતી.
કેટલા સમયમાં ફાયર વિભાગ શું શું કામગીરી કરી શકે છે અને એરપોર્ટ ઓથોરિટી તાત્કાલિક અસરથી કેટલા પગલાં લઈ શકે. તે તમામ બાબતોનું ખૂબ જ ઊંડાણપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.