Home ગુજરાત સુરત એરપોર્ટ પરથી એક યુવકને કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા પટ્ટામાં સોનાના બક્કલ...

સુરત એરપોર્ટ પરથી એક યુવકને કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા પટ્ટામાં સોનાના બક્કલ સાથે ઝડપી કાર્યવાહી કરી

16
0

(જી.એન.એસ) તા. 23

સુરત,

સુરત એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા ફરી એક ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતું સોનું ઝડપાયું છે. કસ્ટમ પોલીસે એક યુવકને સોના સાથે ઝડપી પડ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુવક પટ્ટાનું બક્કલ જ સોનાનું લઈને આવ્યો હતો. જેથી ચેકિંગમાં એક અધિકારીને પટ્ટાનો ચળકાટ વધુ લાગતા શંકા ગઈ હતી અન તપાસ હાથ ધરી હતી. એરપોર્ટ પર યુવક પર શંકા ગઈ હતી, જેથી તે યુવકને બોલાવી ચેકિંગ કરાતા બક્કલમાં દોઢસો ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની કિંમતની વાત કરવામાં આવે તો, રૂપિયા 11 લાખનું સોનું હોવાનો બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક યુવક સોનાના બક્કલ સાથે પકડાયો હતો. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, શારજાહ અને દુબઈ ફલાઇટ શરૂ થયા બાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગ વધ્યુ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શારજાહ અને દુબઈ ફલાઇટ શરૂ થતા તે રીતે ગોલ્ડ સ્મગલિંગ વધ્યું છે તેના કારણે કસ્ટમ, ડીઆરઆઇ, સીઆરએફએસ અને પોલીસની સતત નિગરાની રહે છે. આમ આટલી વ્યવસ્થા અને સિક્યોરિટી હોવા છતાં સ્મગલરો ડરતા નથી. અવાર નવાર આ રીતે સોનાની હેરાફેરી કરી રહ્યા છે.અત્યારે તે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદાકીય પગલા લેવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. જો કે, આવી રીતે સોનાની હેરાફેરી વધતા પોલીસ પણ અત્યારે વધુ સતર્ક થઈ ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુપીના હાથરસમાં એક પત્નીએ તેના પ્રેમીના કારણે પતિની હત્યા કરી; પોલીસે 3 આરોપી શીત મૃતકની પત્નીની કરી ધરપકડ
Next articleઅવિરત વરસાદના કારણે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો