Home ગુજરાત સુરતમાં 29 વર્ષના મહિલા અને 45 વર્ષના આધેડનું અચાનક બેભાન થતા મોત

સુરતમાં 29 વર્ષના મહિલા અને 45 વર્ષના આધેડનું અચાનક બેભાન થતા મોત

6
0

(જી.એન.એસ) તા.૩૦

સુરત,

સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે.  તેવા સમયે પુણાગામમાં છાતીમાં દુઃખાવો થયા બાદ ૨૯  વર્ષીય મહિલા અને  સુરત બસ ડેપોમાં ૪૫ વર્ષીય આઘેડની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામમાં રાધાસ્વામી સોસાયટીમાં રહેતી ૨૯ વર્ષીય અસ્મીતા ઉમેશ નકુમ ગત મોડી રાતે ઘરમાં છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તેની તબિયત વધુ બગાડતા  બેભાન થઈ ગઇ હતી. જેથી તેને સારવાર માટે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. સુત્રો જણાવ્યુ કે, અસ્મીતાના લગ્ન માંડવીના ઝંખવાવ ખાતે રહેતા ઉમેશ સાથે થયા હતા. જોકે તે ૨૦ દિવસ પહેલા સુરત ખાતે પિયર આવી હતી. બાદમાં તે પરિવારના સભ્યોના લગ્ન બાદ પરત પિયરમાં આવ્યા પછી તેની તબિયત લથડતા મોતને ભેટી હતી. તેના પતિ સિવિલ એન્જીનીયર છે. તેને સંતાનમાં એક પુત્રી છે. બીજા બનાવમાં ભરૃચના ઝધડીયામાં જાંમ્બાઇગામમાં રહેતા ૪૫ વર્ષીય સુરેશ બાબર વસાવાના બે પુત્ર સુરત ખાતે  વીર નર્મદ યુનિ.માં અભ્યાસ કરે છે. જેમાં તેમનો નાના પુત્ર બિમાર હોવાથી તેની અંતર પુછવા માટે સુરેશ અને તેની પત્ની સાથે ગત રોજ સુરત આવ્યા હતા. બાદમાં પુત્રને મળીને દંપિત ઘરે જવા માટે ગત સાંજે સુરત બેસ ડેપો પહોચ્યા હતા. તે સમયે સુરેશની  અચાનક ચક્કર આવ્યા પછી બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે તેમની પત્ની સ્મીમેર હોસ્પિટલમાં લઇ  ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે સુરેશમને સંતાનમાં બે પુત્ર છે. તે ખેતી  કામ કરતા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરા જિલ્લામાં ઇ-સરકારની કામગીરીમાં રાજ્યમાં ૪થા સ્થાને
Next articleગાંધીધામમાં હરિયાણવીની હોટલમાં દોઢ કરોડનાં ડ્રગ્સ સાથે હોટલ સંચાલકનો પરિવાર અને મિત્ર પકડાયાં