(જી.એન.એસ),તા.૧૪
સુરત,
સુરતમાં લાલબત્તી ધરતો બનાવ બન્યો છે. 10 વર્ષના બાળકે ફાંસો ખાધો. બાળકને આપઘાતની પ્રેરણા કયાંથી મળી ? ટીવી કે સોશિયલ મીડિયા ઈફેકટ ? ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી, 2 ભાઈઓ પતંગની દોરી વડે રમતાં હતાં, તે રમત દરમિયાન ઘટના બની હતી. સુરતમાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, 10 વર્ષની ઉમરનાં બાળકે દોરી ના આપવા જેવી બાબતે ફાંસી ખાધી છે. સુરતના વરિયાવના કંટારા ગામમાં પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાય છે. મળતી માહિતી પ્રમાણે માતા–પિતાની ગેરહાજરીમાં બનાવ બન્યો, સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારાગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડપરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા અને એક દીકરી છે. ભલાભાઈ અને તેની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉત્તરાયણનો તહેવાર આવતો હોવાથી બાળકો પતંગની દોરી વડે રમતાં હતાં. ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઇ પત્ની સાથે ખેતર પર મજૂરીકામ અર્થે જતા રહ્યા હતા. દરમિયાન બાળકો ઘરે એકલાં હતાં અને પતંગ ઉડાવી રહ્યાં હતાં. 10 વર્ષીય કેતન રાઠોડેનાના ભાઈ કિશુ રાઠોડ પાસેથી પતંગની દોરી માગી હતી. જોકે નાના ભાઈએ દોરી આપવાની ના કહેતાં કેતનને માઠું લાગી આવ્યું હતું. ત્યારબાદ તે ઘરમાં જઈને છતની એન્ગલ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘણીવાર થઈ જવા છતાં તે બહાર આવ્યો નહોતો. થોડી વાર પછી તેની નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહેલો જોઈને ભાઈનો લટકતો જોઈ બહેને બૂમાબૂમ કરી મૂકી, કે ભાઈ લટકી ગયો, લટકી ગયો, જેથી બાજુમાં રહેતી મહિલા દોડી આવી હતી અને ત્યાર બાદ માતા–પિતાને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ માતા–પિતા ખેતરેથી દોડી આવ્યાં હતાં. પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 10 વર્ષના દીકરાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.