Home ગુજરાત સુરતમાં સોશિયલ મીડિયા મેસેજથી 15 હજાર લોકોની નોકરી ગુમાવી

સુરતમાં સોશિયલ મીડિયા મેસેજથી 15 હજાર લોકોની નોકરી ગુમાવી

4
0

(જી.એન.એસ) તા.૬

સુરત,

મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી 3થી 4 મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે. મંદીના માહોલ વચ્ચે સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર તથા વિદેશમાં પણ કાર્યરત જાણીતી મારૂતિ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ફેક્ટરી આગામી ત્રણથી ચાર મહિના માટે બંધ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે. ૧૫મી નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા સાડા ચાર વર્ષમાં ૫.૯૭૨ MSME એકમોના શટર પડી ગયા છે એટલે કે વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજના ત્રણથી ચાર MSME એકમો બંધ થઈ રહ્યાં છે. એકમો બંધ થવા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર અને બીજા ક્રમે તામિલનાડુ સામેલ છે. આ સમયગાળામાં દેશમાં ૬૧,૪૯૯ એકમો બંધ થયા છે. જે એક ચિંતાનો વિષય ગણી શકાય છે. ગુજરાત એ વાઈબ્રન્ટ ગુજરાતને આધારે ઉદ્યોગોને આકર્ષી રહ્યો છે. જ્યારે MSME એકમોના શટર પડી રહ્યાં છે. રાજ્યમાં આજે જાણીતી મારૂતિ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ફેક્ટરી બંધ થઈ છે. જે 15 હજાર કર્મચારીઓને એક સોશિયલ મીડિયાના મેસેજને આધારે નોકરીમાંથી નીકાળવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સુરતના હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. હાલ પુરતી 3થી 4 મહિના મારૂતિ ઈમ્પેક્ષ કંપની બંધ રહેશે. જો શરૂ થશે તો ફરી તમને જાણ કરવામાં આવશે. હાલ સિક્યોરીટી સિવાય તમામ 15 હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે. પરંતુ હવે હાલ પુરતી કંપની 3થી 4 મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા આવ્યા છે. ગુજરાતમાં જે ૫.૯૭૨ એકમો બંધ થયા છે તે પૈકી ૫.૮૭૬ માઈકો, ૮૯ સ્મોલ અને ૭ મિડિયમ એકમો સામેલ છે અને ઉદ્યમ અંતર્ગત નોંધાયેલા છે. MSME મંત્રાલયના કહેવા પ્રમાણે, પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન રદ્ કરવા, માલિકીમાં ફેરફાર, એક જ એકમનું બે વાર રજિસ્ટ્રેશન થવા સહિતના વિવિધ કારણો પણ એકમ બંધ થવા માટે જવાબદાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field