Home ગુજરાત સુરતમાં સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત, ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોની બસમાં તોડફોડ

સુરતમાં સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત, ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોની બસમાં તોડફોડ

33
0

સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રે ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ પગ લપસતાં પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી. એને લઈ યુવકને ગંભીર ઇજા બાદ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઊઠ્યો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો.

જ્યારે બસચાલક લોકોના ગુસ્સાને જોઈ બસ મૂકી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી અજીબ અકસ્માતનો ભોગ બન્યો હતો. વિદ્યાર્થી વિનશ મૌર્ય ટ્યૂશનથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે મહાનગરપાલિકાની સિટી બસની રાહ જોઈ રહ્યો હતો.

સિટી બસ આવતાં તે બસમાં ચડવા જ ગયો અને પગ લપસી જતાં તે નીચે પડકાયો હતો. જોકે બસડ્રાઈવરે કંઈપણ જોયા વગર બસને હંકારી દીધી હતી. નીચે પટકાયેલા વિનસના પગ પરથી બસ ફરી મળી હતી અને તેને કચડી નાખ્યો હતો. ઘટનાને પગલે આસપાસથી તમામ લોકો એકત્ર થઈ ગયા હતા. 108ને બોલાવી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે ઘટનાને પગલે લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી ઊઠતાં લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી. લોકોના ગુસ્સાને જોઈ બસડ્રાઇવર બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થી વિશન મૌર્યને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

જ્યારે બીજી તરફ ઘટનાને પગલે પાંડેસરા તેરેનામ ચોકડી ખાતે લોકો ભારે ધમાલ મચાવી રહ્યા હતા, જેની જાણ થતાં પાંડેસરા પોલીસે ઘટનાઓ સ્થળે પહોંચી આવી સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ જતાં પરિવારમાં પણ રોષ ભભૂકી ઊઠ્યો હતો. સિટી બસ ડ્રાઇવર સામે પગલાં ભરવાની માગ કરી હતી.

ત્યારે પોલીસે સિટી બસના ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં પરિવારે વિશનનો મૃતદેહ સ્વીકાર્યો હતો. પાંડેસરાના ઇન્દિરાનગરમાં રહેતા વિજયભાઈ મૌર્ય લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

તેમનો પુત્ર વિશન ટ્યૂશનથી ઘરે આવતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હોવાના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ધોરણ 12ના વિદ્યાર્થીઓનું મોત થઈ જતાં પરિવાર ગંભીર આઘાતમાં મુકાઈ ગયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડા જિલ્લાના કઠલાલ ગામે, પોલીસ ટ્રાન્સફોર્મર વોરન્ટ પર કાર લઇ આવી
Next articleએનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા 11 માંથી લગતાં 5 વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે